September 18, 2020

પવિત્ર પાવન પુરૂષોત્તમ માસની અમૃતધારા…..

 "જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,"

                  આજ ૧૮-૦૯-૨૦૨૦ થી શરૂ થાય છે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસ, તો ગત વખતે આપણે સૌ એ આ મનનો વિશ્વાસ પર આ પાવન માસમાં પુરૂષોત્તમ માસની કથાવાર્તાનું રસપાન કરેલ, તો આ વર્ષે પણ ચાલો ફરી આપણે પુરૂષોત્તમ માસની કથાવાર્તાનું રસપાન કરીએ. તો આ અમૃતધારાની સંપૂર્ણ ઝાંખી  વિગતવાર લિંક સાથે અહીં નીચે આપેલ છે. તો આશા છે કે એ ફરી આપ સૌને ભક્તિભાવથી તરબોળ કરી દેશે. અને આપના અમૂલ્ય પ્રતિભાવની અપેક્ષા સહ…..

તિથિ પ્રમાણે નિત્ય પાઠઅમૃતધારા - સંકીર્તન

 

 ¶        પુરૂષોત્તમ ભગવાનની આરતી

 ¶        પુરૂષોત્તમ ભગવાનનો થાળ

 

સુદ ૧          (તા. ૧૮-૦૯-૨૦૨૦)

     »    અધ્યાય પહેલો : શુકદેવજીનું આગમન

     »    કાંઠાગોરની વાર્તા

     »    સંકીર્તન

 

સુદ ૨          (તા. ૧૯-૦૯-૨૦૨૦)

     »    અધ્યાય બીજો : શ્રી નારદજીનો પ્રશ્ન

     »    વર વગરની વહુની વાર્તા

     »    સંકીર્તન

 

સુદ ૩          (ક્ષય) 

     »    અધ્યાય ત્રીજો : મળમાસ કથાનો પ્રારંભ

     »    મેનાવ્રત

     »    સંકીર્તન

 

સુદ ૪          (૨૦-૦૯-૨૦૨૦)

     »    અધ્યાય ચોથો : મળમાસની પ્રભુપ્રાર્થના

     »    મુગ્ધાની કથા

     »    સંકીર્તન

 

સુદ ૫          (તા. ૨૧-૦૯-૨૦૨૦)

     »    અધ્યાય પાંચમો : શ્રી વિષ્ણુંનું ગોલોકમાં જવું

     »    ભલી ભરવાડણની વાર્તા

     »    સંકીર્તન

 

સુદ ૬          (તા. ૨૨-૦૯-૨૦૨૦)

     »    અધ્યાય છઠ્ઠો : પ્રભુ વિષ્ણુંની વિનંતી

     »    ધનબાઈ મનબાઈની વાર્તા

     »    સંકીર્તન

 

સુદ ૭          (તા. ૨૩-૦૯-૨૦૨૦)

     »    અધ્યાય સાતમો : મળમાસને ઐશ્વર્યની પ્રાપ્તિ

     »    વનડિયાની વાર્તા

     »    સંકીર્તન

 

સુદ ૮          (તા. ૨૪-૦૯-૨૦૨૦)

     »    અધ્યાય આઠમો : મેઘાવતીનો વિલાપ

     »    વૈકુંઠની જાતરા

     »    સંકીર્તન

 

સુદ ૯          (તા. ૨૫-૦૯-૨૦૨૦)

     »    અધ્યાય નવમો : મુનિ દુર્વાસાનું આગમન

     »    શ્રદ્ધાનું ફળ

     »    સંકીર્તન

 

સુદ ૧૦        (તા. ૨૬-૦૯-૨૦૨૦)

     »    અધ્યાય દસમો : દુર્વાસા- મેઘાવતી સંવાદ

     »    દેડકાદેવની વાર્તા

     »    સંકીર્તન

 

સુદ ૧૧        (તા. ૨૭-૦૯-૨૦૨૦)

     »    અધ્યાય અગિયારમો : મેઘાવતીને શિવનું વરદાન

     »    વણિકની વાર્તા

     »    સંકીર્તન

    ∅    પદ્મિની એકાદશી

 

સુદ ૧૨        (તા. ૨૮-૦૯-૨૦૨૦)

     »    અધ્યાય બારમો : મેઘાવતી પુનર્જન્મમાં દ્રૌપદી થઈ

     »    અદેખી ભાભીની વાર્તા

     »    સંકીર્તન

 

સુદ ૧૩        (તા. ૨૯-૦૯-૨૦૨૦)

     »    અધ્યાય તેરમો : દ્દઢધન્વાની કથા

     »    મૌન મહિમાની વાર્તા

     »    સંકીર્તન

 

સુદ ૧૪        (તા. ૩૦-૦૯-૨૦૨૦)

     »    અધ્યાય ચૌદમો : દ્દઢધન્વાના પુનર્જન્મની કથા

     »    તાવડી તપેલીની વાર્તા

     »    સંકીર્તન

 

પૂનમ          (તા. ૦૧-૧૦-૨૦૨૦)

     »    અધ્યાય પંદરમો : સુદેવને વરદાન

     »    દોઢિયાને દક્ષિણા

     »    સંકીર્તન

 

વદ ૧          (તા. ૦૨-૧૦-૨૦૨૦)

     »    અધ્યાય સોળમો : સુદેવને બોધ

     »    મૃગલા મૃગલીની વાર્તા

     »    સંકીર્તન

 

વદ ૨          (તા. ૦૩-૧૦-૨૦૨૦ & ૦૪-૧૦-૨૦૨૦)

     »    અધ્યાય સત્તરમો : સુદેવનો વિલાપ

     »    દાનફળની વાર્તા

     »    સંકીર્તન

 

વદ ૩          (તા. ૦૫-૧૦-૨૦૨૦)

     »    અધ્યાય અઢારમો : પુરૂષોત્તમ વ્રતનું મહાફળ

     »    ચમત્કારિક પ્રસાદની વાર્તા

     »    સંકીર્તન

 

વદ ૪          (તા. ૦૬-૧૦-૨૦૨૦)

     »    અધ્યાય ઓગણીસમો : પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય

     »    ચાર ચકલીની વાર્તા

     »    સંકીર્તન

 

વદ ૫          (તા. ૦૭-૧૦-૨૦૨૦)

     »    અધ્યાય વીસમો : પુરૂષોત્તમ માસનાં વિધિ-વિધાન

     »    દોકડાની વાર્તા

     »    સંકીર્તન

 

¤   વ્યતિપાત વ્રત અને તેના વિધિ-વિધાન (૮ ઓક્ટોબર ૨૦૨૦, ગુરૂવાર)

 

વદ ૬          (તા. ૦૮-૧૦-૨૦૨૦)

     »    અધ્યાય એકવીસમો : પુરૂષોત્તમની પૂજનવિધિ

     »    ભગવાને ભૂખ ભાંગી

     »    સંકીર્તન

 

વદ ૭          (તા. ૦૯-૧૦-૨૦૨૦)

     »    અધ્યાય બાવીસમો : પુરૂષોત્તમ માસનાં વ્રત નિયમો

     »    ઉમા માની વાર્તા

     »    સંકીર્તન

 

વદ ૮          (તા. ૧૦-૧૦-૨૦૨૦)

     »    અધ્યાય ત્રેવીસમો : ચિત્રબાહુ રાજાનું આખ્યાન

     »    ગંગાસ્નાનનું ફળ

     »    સંકીર્તન

 

વદ ૯          (તા. ૧૧-૧૦-૨૦૨૦)

     »    અધ્યાય ચોવીસમો : દીપદાનનું માહાત્મ્ય

     »    ગૌસેવાનું ફળ

     »    સંકીર્તન

 

વદ ૧૦        (તા. ૧૨-૧૦-૨૦૨૦)

     »    અધ્યાય પચીસમો : પુરૂષોત્તમ માસની ઉદ્યાપનવિધિ

     »    ગુરુ શિષ્યની વાર્તા

     »    સંકીર્તન

 

વદ ૧૧        (તા. ૧૩-૧૦-૨૦૨૦)

     »    અધ્યાય છવ્વીસમો : વ્રતના નિયમો છોડવાની વિધિ

     »    ઉપવાસનું ફળ

     »    સંકીર્તન

    ∅    પરમા એકાદશી

 

વદ ૧૨        (તા. ૧૪-૧૦-૨૦૨૦)

     »    અધ્યાય સત્તાવીસમો : મહાલોભી કદરી બ્રાહ્મણ

     »    અકળ લીલાની વાર્તા

     »    સંકીર્તન

 

વદ ૧૩        (તા. ૧૫-૧૦-૨૦૨૦)

     »    અધ્યાય અઠ્યાવીસમો : બ્રાહ્મણને દિવ્ય શરીરની પ્રાપ્તિ

     »    ઉત્તમ દાનની વાર્તા

     »    સંકીર્તન

 

વદ ૧૪        (ક્ષય)

     »    અધ્યાય ઓગણત્રીસમો : સંધ્યાકાળના નિયમો

     »    અણમાનીતી રાણીની વાર્તા

     »    સંકીર્તન

 

અમાસ         (તા. ૧૬-૧૦-૨૦૨૦)

     »    અધ્યાય ત્રીસમો : પુરૂષોત્તમ વ્રતનું દાન માહાત્મ્ય અને કથાશ્રવણ

     »    સાસુ વહુની વાર્તા

     »    સંકીર્તન

 

August 15, 2019

૭૩મો સ્વતંત્રતા દિન … વિજયી વિશ્વ તિરંગા પ્યારા.....

જય શ્રીકૃષ્ણ મિત્રો / વડીલો,
                   આજના દિન પર કેવો સુભગ સમન્વય થયો છે આજે ૧૫મી ઓગસ્ટ ૨૦૧૯ એટલે કે આપણો સ્વાતંત્ર્ય દિન પણ છે અને સાથે સાથે શ્રાવણ સુદ પુનમ એટલે કે રક્ષાબંધન પણ છે. આમ તો દરેક રક્ષાબંધને કેટલીયે બહેનો સરહદ પરના જવાનોને રાખડી મોકલે છે, તેમની સુરક્ષા કાજે. અને આજ આ બંને પર્વોનો સુમેળ થઈ ગયો છે. અને હાલમાં સરહદ પર અને જમ્મુ-કાશ્મિરમાં પણ સલામતીના કારણસર આપણા સુરક્ષા જવાનોની જવાબદારી ખુબ જ વધી ગઈ છે, ત્યારે સર્વે બહેનોના રક્ષાસુત્ર સાથે સંપૂર્ણ ભારતમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે એવી પ્રભુને પ્રાર્થના…    
                 અને આજના દિને મન તરફથી આપે ભાઈ-બહેનના મીઠા સંબંધની રચના માણી તો ચાલો હવે આપણે આપણા પ્યારા ધ્વજનું ગીત માણીએ જે ઘણા વર્ષો બાદ જમ્મુ-કાશ્મિરમાં પણ લહેરાશે. આપના અમૂલ્ય પ્રતિભાવની આશા સહ...

વિજયી વિશ્વ તિરંગા પ્યારા
વિજયી વિશ્વ તિરંગા પ્યારા
ઝંડા ઊંચા રહે હમારા ||ઝંડા||

સદા શક્તિ બરસાને વાલા
પ્રેમ સુધા સરસાને વાલા
વીરોંકો હર્ષાને વાલા
માતૃભૂમિકા તન મન સારા ||ઝંડા||

સ્વતંત્રતા કી ભીષણ રણ મે
લગ્‌કર બડે જોષ ક્ષણ ક્ષણમે
કાવે શત્રુ દેખકર મનમે
મિટ જાવે ભય સંકટ સારા ||ઝંડા||

ઇન ઝંડે કે નીચે નિર્ભય
લે સ્વરાજ્ય યહ અવિચલ નિશ્ચય
બોલો, ભારત માતાકી જય
સ્વતંત્રતા હિ ધ્યેય હમારા ||ઝંડા||

ઇસ કી શાન ન જાને પાયે
ચાહે જાન ભલે હી જાયે
વિશ્વ વિજય કર કે દિખ લાવે
તબ હોવે પ્રણ પૂર્ણ હમારા ||ઝંડા||
----------------------------------------------------------------------------------------
विजयी विश्व तिरंगा प्यारा,
विजयी विश्व तिरंगा प्यारा,
झंडा उंचा रहे हमारा II

सदा शक्ति बरसाने वाला,
प्रेम सुधा सरसाने वाला,
विरों को हर्षाने वाला,
मातृभूमि का तन मन सारा II झंडा II

स्वतंत्रताके भेीषण रण में,
लगकर बडे जोश क्षण क्षण में,
कावे शत्रुं देखकर मन में,
मिट जावे भय सँकट सारा II झंडा II

ईन झंडे के नेीचे निर्भय,
ले स्वराज्य यह अविचल निश्चय,
बोलो भारत माता की जय्,
स्वतंत्रता ही ध्येय हमारा II झंडा II

ईस की शान न जाने पाए,
चाहे जान भले ही जाए,
विश्व विजय कर के दिखलावें,
तब होवे प्रण पूर्ण हमारा II झंडा II

આ સાથે સાથે जन गण मन…. રવિન્દ્રનાથ ટાગોર; અને वन्दे मातरम्….. બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય ની મુલાકાત પણ જરૂરથી લેજો.

એક મીઠો સંબંધ... ભાઈ-બહેનનો..... નિરાલી

રાધેકૃષ્ણ મિત્રો / વડીલો,
               આજે તો છે શ્રાવણ સુદ પુનમ એટલે કે રક્ષાબંધન. ભાઈ અને બહેનનાં પવિત્ર પ્રેમાળ સંબંધનું બંધન.  અને આજે આપ સૌને બહુ બધુ વાંચવુ પડે એવું ન લખતા નિરાલીબેનની (આભાર આશ) મળેલ આ રચના દ્વારા જ આ ભાઇ-બહેનના સંબંધની મધુરતા માણી તેને આપણા સંસ્મરણોમાં વાગોળિયે…આપના અમૂલ્ય પ્રતિભાવની રાહ સહ...

થોડી તકરાર, થોડો વહેવાર, ને પછી દરિયો છલકાય એક પ્રેમ નો!
એક મીઠો સંબંધ... ભાઈ-બહેનનો!

નાની આંખોમાં ભર્યા વ્હાલ સાથે બંધાતો પહેલો એ મિત્રતાનો નાતો,
સમજણના ઓટલે પગ મૂકતાની સાથે એનો રંગ વધુ ઘેરો થઇ જાતો !
વિશ્વાસના પાકા રંગમાં રંગાયો, ન એક છાંટો ઊડે એને વ્હેમનો !
એક મીઠો સંબંધ… ભાઈ-બહેનનો!

હું-તું, ખેંચતાણ, મસ્તી ને તોફાનની નિર્દોષ પળોમાં મલકાતો,
પાસે રહે કે દૂર, સાથ રહે કાયમ એ, સ્નેહ કદીએ ના ઓછો થાતો !
ચાહે હોય એમને લોહીની સગાઇ કે હોય તાંતણે બંધાયો પ્રેમ જેમનો !
એક મીઠો સંબંધ… ભાઈ-બહેનનો!

July 16, 2019

વ્હાલા ગુરૂદેવને સદા પાય લાગું...

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,
           આજે છે અષાઢ સુદ પૂનમ. એટલે કે ગુરૂપુર્ણિમા. આજનો દિન એટલે મહાભારતના રચયિતા, વેદનું સંકલન કરનાર, ઋષિ પરાશર અને મત્સ્યકન્યા સત્યવતીના પુત્ર એવા શ્રી મહર્ષિ વેદવ્યાસનો જન્મદિવસ. અને એટલે જ આજે વ્યાસપૂજન દિવસ તરીકે પણ ઉજવાય છે.
गुकारस्त्वन्धकारस्तु रुकार स्तेज उच्यते 
अन्धकार निरोधत्वात् गुरुरित्यभिधीयते 
            અર્થાત ગુરૂ શબ્દમાં “ગુ” અક્ષર એટલે અંધકાર અને “રૂ” અક્ષર એટલે તેજ-પ્રકાશ. જે અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી પ્રકાશ તરફ લઈ જાય એ જ ગુરૂ કહેવાય. અથવા તો ગણિત અને જીવનની ભાષામાં કહીએ તો જે લઘુ નથી તે ગુરૂ. અને જે લઘુને પણ ગુરુ બનાવે.
            ગુરૂ અને શિષ્યના સંબંધને કોઈ ધાર્મિક, આર્થિક કે પ્રાંત નાં બંધનો નડતાં નથી. વળી ગુરૂ એટલે માત્ર એ જ નહી કે જે તમને શિક્ષણ આપે, પણ કોઈપણ ક્ષેત્ર હોય કલા, કારીગરી, સંગીત, ખેલ જેવા દરેક ક્ષેત્રના કોચ હોય કે જીવનમાં આવતી મુશ્કેલીઓમાં કોઈ તમને યોગ્ય રાહ ચીંધે ને તે પણ ગુરૂ જ કહેવાય. અને એટલે તો ભગવાન દત્તાત્રેયે ચોવીસ ગુરૂ બનાવ્યા હતા. તો વળી માનવ પોતાના અનુભવથી પણ ઘણું શીખે છે અને એટલે જ અનુભવને આપણો શિક્ષક કહ્યો છે અને એટલે જ આપણા પ્રાચીન કવિ અખા કહે છે “તું જ તારો ગુરુ થા."
            આજનો દિવસ એટલે “ના મને નહી આવડે કે નહી કરી શકું” થી લઈને “હા હું કરી શકીશ” સુધીનો આપણામાં આત્મવિશ્વાસ જગાડનાર, આપણને પ્રેરણા આપનાર એ તમામ ગુરુઓનો આભાર માનવાનો દિવસ. આજે એક પંક્તિ યાદ આવે છે,
હારી ચૂક્યો હતો હું, છેટું હતું બસ એક વેંત મોત,
શું થાત મારું ? હે ગુરું, જો તું ન હોત..!!!
            અંતે ચાલો આજના દિને માણીએ આ સુંદર રચના. અને આપ સૌમાં રહેલા ગુરૂને અમારા શત શત વંદન…


વ્હાલા ગુરૂદેવને સદા પાય લાગું,હરી-ગુરૂ-સંત ચરણ સેવા માંગુ
યુગો પુરાણી, ગુરૂદેવ પ્રીતુ છે અમારી, જનમો જનમ માંગુ, ભક્તિ તમારી

સંસારીના સંબંધો સદા સુના સુના, ગુરૂજીના નાતા મારે ભવો ભવ જુના
સર્વે સુખના સાધન સહેજમાં જડીયા, પુરણ પુરુષોતમ સદગુરૂ મળીયા

આંખ માથું દુઃખે ત્યારે ગુરૂદેવ પુછતા, રડતા હ્રુદિયાના આંસુ સદા દેવ લુછતા
કરૂણા સાગર કૃપા બહુ કીધી, તમારા ચરણામૃતની પ્યાલી મેં પીધી

કામધેનું કલ્પવૃક્ષ ચિંતામણી જેવો, ગુરૂમંત્ર અદભુત આપ્યો છે એવો
આરે ઉપકારનો બદલો કેમ વાળુ, કૃપા કરી જીવન મારું કર્યું ઉજીયાળુ

શરીર નિરોગી રહે મન સદા સાફ, આશિષ આપો ગુરૂદેવ ગુના કરજો માફ
તનથી સેવાયું કરીએ મનથી થાય જાપ, કોટી કષ્ટ કાપો હરો મારા પાપ

વૈભવ વિલાસો મારે નવ જોઈએ, તમારી ભક્તિમાં સદા મન મોહીએ
ગુરૂ બ્રહ્મા વિષ્ણું સદા શિવ રૂપ, બ્રહ્મચારી દિસો છો કૃષ્ણ સ્વરૂપ

આજ્ઞા કરો ગુરૂદેવ કહો તે હું ત્યાગુ, નિષ્કામ ભક્તિ તમ ચરણોની માંગુ

રૂદિયામાં ધરજો ગુરૂદેવ અરજી આ મારી,“વ્હાલા બાપુ” ને લેજો ભવથી ઉગારી

July 4, 2019

અષાઢી બીજ… ૧૪૨મી રથયાત્રા…નગર જોવા આવ્યો નાથ… પ્રતિક સંઘવી(પડકાર)

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,
                 આજે છે ૪ જુલાઈ ૨૦૧૯. અને ગુજરાતી મહિના પ્રમાણે જોઈએ તો અષાઢી બીજ. આજનો દિન એટલે જેમના નામથી શરૂઆત કરી એ જ મારો વ્હાલો કાનુડો આજે નગરચર્યા એ નીકળે છે, અને માત્ર જગન્નાથ પુરી કે અમદાવાદ જ નહી હવે તો ઘણા શહેરોમાં પણ ભગવાન શ્રીકૃષ્ણની રથયાત્રા/નગરયાત્રા નીકળે છે. કહે છે ને કે પહેલાના સમયમાં રાજા રાજ્ય કરતા ત્યારે ક્યારેક રાજા પોતાના પ્રજાજનોના સમાચાર અને સુખ-દુ:ખની માહિતી મેળવવા નગરચર્યાએ નીકળતા જેથી પ્રજાના પ્રશ્નોને જાણી તેનું નિરાકરણ લાવી શકાય. એમ જ વર્ષના આ દિવસે ખુદ ભગવાન શ્રીકૃષ્ણ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભક્તોને દર્શન આપવા સામે ચાલીને આવે છે. તો ચાલો આ પ્રસંગને અનુરૂપ એવી જ શ્રી પ્રતિક સંઘવીની આ રચના આપને માણવી ગમશે. તથા આ રચના માટે પ્રતિલિપિનો પણ આભાર…. તો ચાલો માણીએ આ રચના… સાથે સાથે અગાઉ આ પ્રસંગે રજૂ થયેલ રચનાઓની પણ મુલાકાત જરૂરથી લેશો…

 ૧૩૨મી રથયાત્રા…મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ…..

ભગવાન જગન્નાથની ૧૩૧મી રથયાત્રા..મારું ચોમાસું ક્યાંક આસપાસ છે…..તુષાર શુક્લ


સખી આજના દી ની નોખી વાત,
સખી આજે રવિ પાડે નોખી ભાત,
સખી મીટ માંડ તો માંડું વાત,
આજે નગર જોવા આવ્યો નાથ.

લીધા હાથે, લીધા ઘોડા,
મૂક્યા રાજપ્રસાદ,
સખી વચ્ચે બેઠી બેનડી,
ડાબે બલરામ તાત,
જમણે મારો કાળિયો ઠાકર,
હસતો વિશ્વ સમ્રાટ,
સખી નગર જોવા આવ્યો નાથ…


ચડ્યો અષાઢ ને વાદળ છાયા,
સખી રોમેં રોમમાં નાથની માયા,
અમીર જોવે ગરીબ જોવે,
મૂકી જાતપાત.
સખી નગર જોવા આવ્યો નાથ…

સખી અમીર જોવે, રાંક જોવે,
અરે દેવો જોવે એની વાટ,
રથમાં બેઠી નગર નિહાળતો,
જબરો એનો ઠાઠ,
સખી નગર જોવા આવ્યો નાથ…

નગર જોવે ને નગર ને જાણે,
સખી નગરનું ભાતું નાથ માણે,
મૂક્યા મહેલ ને મૂક્યા ઝરૂખા,
સખી આજ બ્રહ્મ ફરે સાક્ષાત,
સખી નગર જોવા આવ્યો નાથ…

એ જગતનો રાજા,
અને જગત એનું રાજ,
રથમાં બેઠો જગને જોવે,
વાલો કૃપાળુ જગન્નાથ,
કહે “પડકાર” હૃદયે લેજો,
આ કવિના દિલની વાત.
સખી નગર જોવા આવ્યો નાથ…


સખી મીટ માંડ તો માંડું વાત,
આજે નગર જોવા આવ્યો નાથ.
આજે નગર જોવા આવ્યો નાથ.

August 26, 2018

બ્હેન..... તુષાર શુક્લ...

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,
        આજે છે વિ.સં. ૨૦૭૪ની શ્રાવણ સુદ પુનમ એટલે કે રક્ષાબંધન. ભાઈ અને બહેનનાં પ્રેમનો તહેવાર. રાખડી આમ તો માત્ર સૂતરનો ધારો છે, પણ તેમાં અજબની શક્તિ છે. આ ધાગામાં બહેનનો ભાઇ પ્રત્યેનો અતૂટ પ્રેમ સમાયેલો છે. આમ તો રક્ષાબંધન, બળેવ કે નાળિયેરી પૂનમનું પર્વ ભાઇ-બહેનથી લઇને બ્રાહ્મણો, સાગરખેડૂઓ અને મરજીવાઓ સહુ કોઇ માટે મહત્ત્વનું છે.
          પહેલાના સમયમાં ગામડાંઓમાં ઘણી વખત કુંભસ્નાન કરીને વેદપાઠી બ્રાહ્મણ દ્વારા પણ રક્ષાબંધન કરાવવામાં આવતું. જેમાં સ્નાન કરી ઊન કે સૂતરના ટુકડામાં ચોખા-સરસવ બાંધીને પોટલી બનાવવાની રહેતી. સાથિયા કરી કુંભસ્થાપન કરી વિધિવત યજમાન પોતાના કાંડે રક્ષાની પોટલી બંધાવતા.
        તો ચાલો આજના આ પાવન દિન પર તુષાર શુક્લની ભાઈ-બહેનના પ્રેમ દર્શાવતી આ સુંદર રચના માણીએ,  આશા છે આપને પણ આપની બેનીની યાદ આવી ગઈ હશે. આપના અમૂલ્ય પ્રતિભાવની અપેક્ષા સહ.
હૈયેથી હોઠે આવીને
શબ્દ સરે જ્યાં " બ્હેન ",
કેટ કેટલું યાદ આવતું,
ભાવથી ભીંજે નૈન.

નાની બ્હેન જ્યાં ડગલું માંડે,
ત્યાં ત્યાં કંકુ ઢગલી.
મોટી બ્હેનની આંગળી ઝાલી,
શીખ્યા પા પા પગલી.
હસતાં રમતાં લડતાં રડતાં
વીત્યાં દિવસ રૈન....

ચાડી ખાતી, ચૂમી લેતી,
વ્હાલ બની જાય ઢાલ.
જેને બ્હેન મળે આ જગમાં ,
એ છે માલામાલ.
યાદ હજીયે આવે જૂનાં
દફ્તર,પાટી,પેન....

તેં જ બનાવી બ્હેનને, ઇશ્વર,
એની તો ક્યાં ના છે?
"ભાઇ" કહીને મીઠડાં લેતી
બ્હેની તારે ક્યાં છે?
સ્વાર્થ ભરેલા જગમાં ,
વ્હાલનું બીજું નામ છે," બ્હેન"....

August 15, 2018

ऐ वतन, वतन मेरे, आबाद रहे तू….. गुलझार.

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,
        આજે છે ૧૫મી ઓગસ્ટ. આપણો સ્વતંત્રતા દિવસ. આજના દિને જ ઈ.સ. ૧૯૪૭માં આપણે અંગ્રેજોથી આઝાદી મેળવેલી. દેશભરમાં આજે આપણો ત્રિરંગો લહેરાશે. આપણી આઝાદીના એ શહીદોને યાદ કરીશું. પણ કદાચ એવી દેશદાઝ હવે અનુભવાતી નથી. હા, દેશભક્તિના ગીતો સાંભળતા જ ઝનુન જરૂર આવે છે, દેશ પ્રત્યે માન અને ગર્વ ઉભરાય છે. પણ એ માત્ર રાષ્ટ્રિય તહેવારો પુરતું જ કે ક્ષણિક.! અરે કેટલીક વાર તો આ તહેવાર માત્ર એક રજા બની રહે છે. શું આજના દિવસે આપણે એક એવો સંકલ્પ ન કરીએ કે જેથી આપણા દેશ પ્રત્યે કંઈક કર્યાનો આપણને પણ દિલમાં આનંદ રહે. હા આપણે અત્યારે અંગ્રેજો સામે નહી પણ આપણી જ કુટેવો, આપણા જ વિચારો કે માનસિકતા સામે લડી આઝાદ થવાનું છે.
        જેમકે સ્વચ્છતા. દરેક વ્યક્તિ પોતાની જાતે જ સમજી ક્યાંય પણ ગંદકી ન ફેલાવે, કચરો કચરાપેટીમાં નાખે, અને તેમાં પણ ભીનો-સૂકો-પ્લાસ્ટિક કચરો અલગ અલગ. જેથી કરીને જેનો નિકાલ ન થઈ શકે તેમ હોય તેને રિસાયકલ કરી શકાય. સ્વચ્છ ભારત હશે તો જ સ્વસ્થ ભારત હશે.       
        આપણે જાતિ, ધર્મ કે સંપ્રદાયમાં વિભાજીત ન થતા એક ભારતીય બનીએ. આજના ડિજીટલ યુગમાં આપણે ઘણી પ્રગતિ કરી છે. પણ સાથે સાથે એ ડિજીટલ કે સોશિયલ મિડીયા થકી ફેલાતી અફવા પર વિશ્વાસ ન કરતાં તેનું તથ્ય ચકાસીએ. આવા તો અન્ય કેટલાય ઉપાયો જેવા કે ન લાંચ આપવી કે લેવી, દરેક પ્રત્યે સમભાવ, વગેરે અપનાવી શકીએ.
        જેથી આપણો દેશપ્રેમ માત્ર ક્ષણિક સિમિત ન રહેતા સમગ્ર જીવનકાળ દરમિયાન એ રહે. તો ચાલો આજના દિને માણીએ શ્રી ગુલઝાર રચિત અને હમણાં જ રાઝી ફિલ્મમાં પ્રસારિત થયેલ આ ગીત. આપના અમૂલ્ય પ્રતિભાવની અપેક્ષા સહ.   


ऐ वतन..
मेरे वतन..

ऐ वतन.. आबाद रहे तू
आबाद रहे तू..
आबाद रहे तू

ऐ वतन, वतन मेरे, आबाद रहे तू
ऐ वतन, वतन मेरे, आबाद रहे तू

ऐ वतन, वतन मेरे, आबाद रहे तू
मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू
मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू
ऐ वतन.. मेरे वतन
ऐ वतन.. मेरे वतन

तू ही मेरी मंजिल, पहचान तुझी से
तू ही मेरी मंजिल, पहचान तुझी से
पहुंचू मैं जहां भी, मेरी बुनियाद रहे तू
पहुंचू मैं जहां भी, मेरी बुनियाद रहे तू
ऐ वतन, वतन मेरे, आबाद रहे तू
मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू
ऐ वतन.. मेरे वतन..
ऐ वतन.. मेरे वतन

तुझपे कोई ग़म की आंच आने नहीं दूं
तुझपे कोई ग़म की आंच आने नहीं दूं
कुर्बान मेरी जान तुझपे शाद रहे तू
कुर्बान मेरी जान तुझपे शाद रहे तू
ऐ वतन, वतन मेरे, आबाद रहे तू
मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू

ऐ वतन.. ऐ वतन..
मेरे वतन.. मेरे वतन..
आबाद रहे तू..
आबाद रहे तू..
ऐ वतन.. मेरे वतन..
आबाद रहे तू..

लब पे आती है दुआ बनके तमन्ना मेरी
ज़िन्दगी शम्मा की सूरत हो ख़ुदाया मेरी
लब पे आती है दुआ बनके तमन्ना मेरी
ज़िन्दगी शम्मा की सूरत हो ख़ुदाया मेरी
ऐ वतन, वतन मेरे, आबाद रहे तू

ऐ वतन, वतन मेरे, आबाद रहे तू
ऐ वतन, वतन मेरे, आबाद रहे तू
मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू
मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू
ऐ वतन... मेरे वतन...
ऐ वतन... मेरे वतन...