August 15, 2018

ऐ वतन, वतन मेरे, आबाद रहे तू….. गुलझार.

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,
        આજે છે ૧૫મી ઓગસ્ટ. આપણો સ્વતંત્રતા દિવસ. આજના દિને જ ઈ.સ. ૧૯૪૭માં આપણે અંગ્રેજોથી આઝાદી મેળવેલી. દેશભરમાં આજે આપણો ત્રિરંગો લહેરાશે. આપણી આઝાદીના એ શહીદોને યાદ કરીશું. પણ કદાચ એવી દેશદાઝ હવે અનુભવાતી નથી. હા, દેશભક્તિના ગીતો સાંભળતા જ ઝનુન જરૂર આવે છે, દેશ પ્રત્યે માન અને ગર્વ ઉભરાય છે. પણ એ માત્ર રાષ્ટ્રિય તહેવારો પુરતું જ કે ક્ષણિક.! અરે કેટલીક વાર તો આ તહેવાર માત્ર એક રજા બની રહે છે. શું આજના દિવસે આપણે એક એવો સંકલ્પ ન કરીએ કે જેથી આપણા દેશ પ્રત્યે કંઈક કર્યાનો આપણને પણ દિલમાં આનંદ રહે. હા આપણે અત્યારે અંગ્રેજો સામે નહી પણ આપણી જ કુટેવો, આપણા જ વિચારો કે માનસિકતા સામે લડી આઝાદ થવાનું છે.
        જેમકે સ્વચ્છતા. દરેક વ્યક્તિ પોતાની જાતે જ સમજી ક્યાંય પણ ગંદકી ન ફેલાવે, કચરો કચરાપેટીમાં નાખે, અને તેમાં પણ ભીનો-સૂકો-પ્લાસ્ટિક કચરો અલગ અલગ. જેથી કરીને જેનો નિકાલ ન થઈ શકે તેમ હોય તેને રિસાયકલ કરી શકાય. સ્વચ્છ ભારત હશે તો જ સ્વસ્થ ભારત હશે.       
        આપણે જાતિ, ધર્મ કે સંપ્રદાયમાં વિભાજીત ન થતા એક ભારતીય બનીએ. આજના ડિજીટલ યુગમાં આપણે ઘણી પ્રગતિ કરી છે. પણ સાથે સાથે એ ડિજીટલ કે સોશિયલ મિડીયા થકી ફેલાતી અફવા પર વિશ્વાસ ન કરતાં તેનું તથ્ય ચકાસીએ. આવા તો અન્ય કેટલાય ઉપાયો જેવા કે ન લાંચ આપવી કે લેવી, દરેક પ્રત્યે સમભાવ, વગેરે અપનાવી શકીએ.
        જેથી આપણો દેશપ્રેમ માત્ર ક્ષણિક સિમિત ન રહેતા સમગ્ર જીવનકાળ દરમિયાન એ રહે. તો ચાલો આજના દિને માણીએ શ્રી ગુલઝાર રચિત અને હમણાં જ રાઝી ફિલ્મમાં પ્રસારિત થયેલ આ ગીત. આપના અમૂલ્ય પ્રતિભાવની અપેક્ષા સહ.   


ऐ वतन..
मेरे वतन..

ऐ वतन.. आबाद रहे तू
आबाद रहे तू..
आबाद रहे तू

ऐ वतन, वतन मेरे, आबाद रहे तू
ऐ वतन, वतन मेरे, आबाद रहे तू

ऐ वतन, वतन मेरे, आबाद रहे तू
मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू
मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू
ऐ वतन.. मेरे वतन
ऐ वतन.. मेरे वतन

तू ही मेरी मंजिल, पहचान तुझी से
तू ही मेरी मंजिल, पहचान तुझी से
पहुंचू मैं जहां भी, मेरी बुनियाद रहे तू
पहुंचू मैं जहां भी, मेरी बुनियाद रहे तू
ऐ वतन, वतन मेरे, आबाद रहे तू
मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू
ऐ वतन.. मेरे वतन..
ऐ वतन.. मेरे वतन

तुझपे कोई ग़म की आंच आने नहीं दूं
तुझपे कोई ग़म की आंच आने नहीं दूं
कुर्बान मेरी जान तुझपे शाद रहे तू
कुर्बान मेरी जान तुझपे शाद रहे तू
ऐ वतन, वतन मेरे, आबाद रहे तू
मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू

ऐ वतन.. ऐ वतन..
मेरे वतन.. मेरे वतन..
आबाद रहे तू..
आबाद रहे तू..
ऐ वतन.. मेरे वतन..
आबाद रहे तू..

लब पे आती है दुआ बनके तमन्ना मेरी
ज़िन्दगी शम्मा की सूरत हो ख़ुदाया मेरी
लब पे आती है दुआ बनके तमन्ना मेरी
ज़िन्दगी शम्मा की सूरत हो ख़ुदाया मेरी
ऐ वतन, वतन मेरे, आबाद रहे तू

ऐ वतन, वतन मेरे, आबाद रहे तू
ऐ वतन, वतन मेरे, आबाद रहे तू
मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू
मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू
ऐ वतन... मेरे वतन...
ऐ वतन... मेरे वतन...

No comments: