September 28, 2017

અષ્ટમ નોરતું...जय मा महागौरी...સ્તુતિ.....

રાધેકૃષ્ણ મિત્રો/વડીલો,
        આજે છે વિક્રમ સંવત ૨૦૭૩ના આસો સુદ આઠમ. આ વર્ષના નવરાત્રીની શરૂઆત. તો અષ્ટમ નોરતું એટલે માં નવદુર્ગાના મા મહાગૌરી સ્વરૂપની પૂજા-આરાધના કરવાનો દિવસ.
"श्वेते वृषे समारुढ़ा श्वेताम्बरधरा शुचिः I
महागौरी शुभम् द्यान्महा देवप्रमोददा II "
            માં નવદુર્ગાનાં આ રૂપ મહાગૌરીનો રંગ શંખ, ચંદ્ર અને કુંદના ફૂલ સમાન અત્યંત ગોરો છે. આથી જ તેમને મહાગૌરી તરીકે ઓળખવામાં આવે છે. તેમના બધા વસ્ત્ર અને ઘરેણા સફેદ છે. આથી તેમને ‘શ્વેતાંબરધરા’ પણ કહેવામાં આવે છે. પોતાના પાર્વતી રૂપમાં તેમણે ભગવાન શિવને પતિ-રૂપમાં પ્રાપ્ત કરવા માટે કરેલ મોટી કઠોર તપસ્યાને કારણે તેમનો રંગ કાળો અને શરીર ક્ષીણ થઇ ગયું હતું. તપસ્યાથી પ્રસન્ન થઇ જ્યારે ભગવાન શિવે માં પાર્વતીનાં શરીરને ગંગાજળનાં પવિત્ર જળથી ધોયા ત્યારે તેઓ વિદ્યુત પ્રભાની જેમ ગોરા થઈ ગયા. ત્યારથી તેમનુ નામ મહાગૌરી પડ્યું.
              મહાગૌરીના ચાર હાથ છે. તેમના ઉપરનો ડાબો હાથ વરમુદ્રામાં અને નીચેવાળા ડાબા હાથમાં ત્રિશૂલ છે. તેમના ઉપરના જમણા હાથમાં ડમરૂ અને નીચેનો જમણો હાથ આશીર્વાદ મુદ્રામાં છે. તેમનુ વાહન વૃષભ છે.
             આઠમના દિવસે માતાને નારિયેળનો તથા અન્ય નૈવેદ્ય ધરાવવામાં આવે છે. માં મહાગૌરીનું પવિત્ર યાત્રાધામ હરિદ્વારની પાસે કનખલ નામક સ્થળે આવેલ છે.  તો ચાલો આજે માં મહાગૌરીની સ્તુતિ તથા અન્ય મંત્ર, કવચ, સ્તોત્રની જાણકારી મેળવી લઈએ.....
ધ્યાનમંત્ર: -
वन्दे वाञ्छित कामार्थे चन्द्रार्धकृतशेखराम्। 
सिंहारूढा चतुर्भुजा महागौरी यशस्विनीम्॥

पूर्णन्दु निभाम् गौरी सोमचक्रस्थिताम् अष्टमम् महागौरी त्रिनेत्राम्। 
वराभीतिकरां त्रिशूल डमरूधरां महागौरी भजेम्॥

पटाम्बर परिधानां मृदुहास्या नानालङ्कार भूषिताम्। 
मञ्जीर, हार, केयूर, किङ्किणि, रत्नकुण्डल मण्डिताम्॥

प्रफुल्ल वन्दना पल्लवाधरां कान्त कपोलाम् त्रैलोक्य मोहनम्। 
कमनीयां लावण्यां मृणालां चन्दन गन्धलिप्ताम्॥
 સ્તોત્ર: -
सर्वसङ्कट हन्त्री त्वंहि धन ऐश्वर्य प्रदायनीम्। 
ज्ञानदा चतुर्वेदमयी महागौरी प्रणमाम्यहम्॥

सुख शान्तिदात्री धन धान्य प्रदायनीम्। 
डमरूवाद्य प्रिया अद्या महागौरी प्रणमाम्यहम्॥

त्रैलोक्यमङ्गल त्वंहि तापत्रय हारिणीम्। 
वददम् चैतन्यमयी महागौरी प्रणमाम्यहम्॥
 કવચ:-
ॐकारः पातु शीर्षो माँ, हीं बीजम् माँ, हृदयो। 
क्लीं बीजम् सदापातु नभो गृहो च पादयो॥

ललाटम् कर्णो हुं बीजम् पातु महागौरी माँ नेत्रम्‌ घ्राणो। 
कपोत चिबुको फट् पातु स्वाहा माँ सर्ववदनो॥

ह्रीं गौरी रुद्रदयिते योगेश्वरी हुँ फट स्वाहाः II
नवरात्रि मैं विशेष है, महागौरी का ध्यान I
शिव की शक्ति देती हो, अष्टमी को वरदान II
 
मन अपना एकाग्र कर, नंदिश्वर को पाया I
सुबह शाम की धूप से, काली हो गई काया II
 
गँगाजल की धार से, शिव स्नान कराया I
देख पति के प्रेम को, मन का कमल खिलाया II
 
बैल सवारी जब करे, शिवजी रहते साथ I
अर्धनारेश्वर रुप मैं, आशीर्वाद का हाथ II
 
सर्व कला सँपूर्ण माँ, साधना करो सफल I
भूलूँ कभी ना आपको, याद रखूँ पल पल II
 
नवरात्रो की माँ, कृपा कर दो माँ I
नवरात्रो की माँ, कृपा कर दो माँ II
 
जय मा महागौरी, जय जय महागौरी I
जय मा महागौरी, जय जय महागौरी II

No comments: