September 22, 2017

બીજું નોરતું… जय मा ब्रह्मचारिणी… સ્તુતિ…..

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

        આજે છે વિક્રમ સંવત ૨૦૭૩ના આસો સુદ બીજ. આ વર્ષના નવરાત્રીની શરૂઆત. તો બીજું નોરતું એટલે મા નવદુર્ગાના મા બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા-આરાધના કરવાનો દિવસ. તો તેમના મંત્ર અને સ્તોત્ર વિશે જાણકારી મેળવી લઈએ.

"दधाना करपद्माभ्यामक्षमाला कमण्डलू I

देवीप्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा II "

        બ્રહ્મ એટલે તપસ્યા. આથી બ્રહ્મચારિણી અર્થાત તપની ચારિણી, તપનું આચરણ કરવાવાળી. જેમના જમણા હાથમાં જપની માળા અને ડાબા હાથમાં કમંડળ હોય છે તેવા બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને અત્યંત ભવ્ય છે.         માતા પાર્વતી એ ભગવાન શંકરજીને પતિના રૂપમાં મેળવવાં માટે ખૂબ કઠોર તપસ્યા કરી હતી. પ્રથમ ફળાહાર પર, ત્યારબાદ બિલ્વ પત્ર પર અને છેલ્લે નિરાહાર રહી વર્ષો સુધી આકરુ તપ કરી તેમણે ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. આથી જ તેમને તપશ્ચારિણી એટલેકે બ્રહ્મચારિણીના નામથી ઓળખવામાં આવે છે.          માઁ બ્રહ્મચારિણીની ઉપાસનાથી તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમની વૃધ્ધિ થાય છે. તો ચાલો આજે બીજા નોરતે મા બ્રહ્મચારિણીની સ્તુતિ કરી લઈએ.

“ ૐ ब्रां ब्रीं ब्रूम ब्रह्मचारिण्यै नमः II  

जय मा ब्रह्मचारिणी, ब्रह्मा को दिया ज्ञान I

नवरात्रि के दूसरे दिन, सारे करते ध्यान II

 

शिव को पाने के लिएँ, किया है तप भारी I

ओम नमः शिवाय जाप कर, शिव को बनी प्यारी II

 

भक्ति में था कर लिया, काँटे जैसा शरीर I

फलाहार ही ग्रहण कर, सदा रही गंभीर II

 

बेलपत्र भी चबाएँ थे, मन में अटल विश्वास I

जल से भरा कमण्डल ही, रखा था अपने पास II

 

रुद्राक्ष की माला से, करु आपका जाप I

माया विषय में फँस रहा, सारे काटो पाप II

 

नवरात्रो की माँ, कृपा कर दो माँ I

नवरात्रो की माँ, कृपा कर दो माँ II

 

जय ब्रह्मचारिणी मा, जय ब्रह्मचारिणी मा I

जय ब्रह्मचारिणी मा, जय ब्रह्मचारिणी मा II


No comments: