September 21, 2017

પ્રથમ નોરતા...પ્રથમ પહેલા પૂજા તમારી ગજાનન.....

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,
        આજે છે વિક્રમ સંવત ૨૦૭૩ના આસો સુદ એકમના પ્રથમ નોરતાના દિવસે  મા નવદુર્ગાના શૈલપુત્રી સ્વરૂપની આરાધના સાથે આ નવરાત્રીની શુભ શરૂઆત કરતા હોઈએ તો સૌ પ્રથમ શ્રી ગણપતિ દાદાને તો યાદ કરવા જ પડે ને. તો ગણેશવંદના સાથે નવલા નોરતાની શરૂઆત કરીએ....
સરસ્વતી સ્વર દિજિયે, ગણપતી દિજિયે જ્ઞાન, બજરંગી બલ દિજિયે, સદગુરુ દિજિયે સાન.
 
પ્રથમ પહેલા પૂજા તમારી, મંગળ મુર્તિવાળા ગજાનન.
 
કોટિવંદન તમને સૂંઢાળા, નમીયે નાથ રૂપાળા. પ્રથમ પહેલા….
 
પ્રથમ સમરિયે નામ તમારા, ભાગે વિઘ્ન અમારા, શુભ શુકનિયે તમને સમરિયે, હે જી દિનદયાળુ દયાવાળા.
 
પ્રથમ પહેલા પૂજા તમારી, મંગળ મુર્તિવાળા ગજાનન.
 
સંકટ હરણને અધમ ઉધ્ધારણ, ભયભંજન રખવાળા, સર્વ સફળતા તમ થકી જ ગણેશા, હે જી સર્વ થકે સરવાળા.
 
પ્રથમ પહેલા પૂજા તમારી, મંગળ મુર્તિવાળા ગજાનન.
 
અકળ ગતિ છે નાથ તમારી, જય જય નાથ સૂંઢાળા, દુખડા હરો ને સુમતિ આપો, હે જી ગુણના એકદંત વાળા.
 
પ્રથમ પહેલા પૂજા તમારી, મંગળ મુર્તિવાળા ગજાનન.
 
જગત ચરાચર ગણપતિ દાદા, હાની હરો હરખાળા, સેવક સમરે ગુણપતિ ગુણને, હે મારા મનમાં કરો અજવાળા.
 
પ્રથમ પહેલા પૂજા તમારી, મંગળ મુર્તિવાળા ગજાનન.

No comments: