March 13, 2017

ચાલ આજે તું ને હું પ્રેમની હોળી હોળી રમીએ….. અદિતી સોની

રાધેકૃષ્ણ મિત્રો/વડીલો,
        આજ ફાગણ વદ એકમ એટલે કે ધુળેટી. આમ તો આજનો તહેવાર એટલે રંગોનો તહેવાર. મેઘધનુષ્ય ના સાતેય રંગો પણ તો વરસાદના આગમન બાદ કેવુ સરસ રૂપ આકાશને અર્પી જાય છે. તેમ સંબંધોમાં પણ અવનવી યાદો, સ્મરણોના રંગો ઉમેરી એને પણ રંગીન બનાવી દઈએ. અને આજે બધા મતભેદ-મનભેદો ભુલાવી ચાલો ફરીથી એ સંબંધોને રંગીન યાદોથી ભરી દઈએ. રંગોતો માત્ર બહાનું જ છે ને ખરેખર એ તો એકબીજાને સાથે વીતાવવા. અને એટલે જ તો કહે છે ને કે “बूरा ना मानो होली है “ તો ચાલો આજે માણીએ આજના આ પાવન પર્વે આ સુંદર રચના... 
 
ચાલ આજે તું ને હું પ્રેમની હોળી હોળી રમીએ,

કાનો કાન પણ પડે ના ખબર કોઈને ના તો કહિએ. 
વિસરી ને જગતની જંજાળ છાનામાના જઈએ, 
ચાલ આજે તું ને હું પ્રેમની હોળી હોળી રમીએ.

કેસુડાં પાસેથી લઈએ રંગ મજાનો કેસરી, 
વાતો એટલી મીઠી કરીએ કે મોરી લાગે મીસરી.

પાન પાસેથી લઈએ રંગ મજાનો લીલો, 
મોહક તો એટલા થઈએ કે ચાંદ પણ લાગે ફીકો.

સૂરજ પાસેથી લઈએ રંગ મજાનો સોનેરી, 
મંજીલો ને પામતાં પામતાં યાદો લાગે અનેરી.

વાદળો પાસેથી લઈએ રંગ મજાનો વાદળી, 
એક્મેકમાં ગુમ થતાં આજે જીંદગી લાગે ખાનગી. 
ચાલ આજે તું ને હું પ્રેમની હોળી હોળી રમીએ.

તારાં જોડે વિહાર કરતાં ગગનમાં કાંઈ ભમીએ. 
ચાલ આજે તું ને હું પ્રેમની હોળી હોળી રમીએ.

1 comment: