March 8, 2017

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૧૭..... शक्ति का नाम ही नारी है..... ઈન્દિવર

રાધેકૃષ્ણ મિત્રો/વડીલો,
            આજ તો સૌથી પહેલા તો હુ એમ કહીશ કે કેટલા સમય પછી ફરી લખી રહી છું, અને એ પણ આજના આંતરરાષ્ટ્રીય મહીલા દિન ના પાવન પ્રસંગે. કહે છે કે નર અને નારી બંને એકબીજા વિના અધૂરા છે. અરે આજના યુગમાં સ્ત્રીને પુરૂષ સમોવડી બનાવવાની હોડ પણ ચાલે છે, પણ શું નારીને પુરૂષ સમોવડી બનાવવાની જરૂર છે ખરી ? સ્ત્રીને કોઈને સમકક્ષ ન બનતા એનું પોતાનું આગવું સ્વતંત્ર વ્યક્તિત્વ હોવું જોઈએ. એક વાત જે કાજલ ઓઝા વૈદ્યએ કહેલ કે શું તમને પુરૂષ જેવી સ્ત્રી ગમશે? ચોક્ક્સ નહી જ કારણકે જે સ્ત્રી પાસે છે એની પૂર્તિ પુરૂષ ક્યારેય ના જ કરી શકે, અને એવી જ રીતે પુરૂષની પણ એક આગવી ઓળખ છે. પુરાણોથી સ્ત્રીને ખુદ ભગવાને પણ આગળ સ્થાન આપેલ છે અને તેથી જ તો આપણે સૌ રાધાકૃષ્ણ કે સીતારામ કહીએ છીએ. અરે ખુદ શંકર ભગવાને પણ અર્ધનારેશ્વરનું રૂપ ધરેલ છે, તો વળી મહાકાલીને શાંત પાડવા ખુદ તેઓ એમના પગમાં પડેલ છે. અરે કેટલીયે રાક્ષસી શક્તિનો અંત સ્ત્રીશક્તિએ જ કરેલ છે.  કદાચ દરેક સંવેદના, લાગણી એમાં ભરપુર ભરેલ છે, તો વળી સમય આવ્યે એ એટલી કઠોર બની આખા વિશ્વની સામે લડી શકે છે. અને એમ કહું તો અતિશયોક્તિ નહી કહેવાય કે નારી ક્યારેય અબળા રહી જ નથી તે તો સબળાથી પણ બે ગજ ચડે તેવી છે. અને કદાચ શબ્દો પણ  તેને વર્ણવવા અધૂરા લાગે. તો વધુ ના કહેતા આજના આ દિવસ પર હુ એક ગીત મુકી રહી છુ જેમા નારીની શક્તિને ઉજાગર કરી છે. અને જે આપ સૌને હિંમત અર્પે અને સ્થાપિત કરે છે કે નારી સર્વશક્તિમાન છે. તો આશા છે કે આપ સર્વેને ગમશે... આપના અમૂલ્ય પ્રતિભાવની અપેક્ષા સહ. 
 
कोमल है कमज़ोर नहीं तू,  शक्ति का नाम ही नारी है I
जग को जीवन देने वाली मौत भी तुझसे हारी है II २ II
कोमल है कमज़ोर नहीं तू I

सतियों के नाम पे तुझे जलाया I
मीरा के नाम पे ज़हर पिलाया II २ II
सीता जैसी अग्नि परीक्षा, जग में अब तक जारी है I
कोमल है कमज़ोर नहीं तू,  शक्ति का नाम ही नारी है I
जग को जीवन देने वाली मौत भी तुझसे हारी है II

फिल्म हुनर में दिल दिमाग में किसी बात में कम तो नहीं II २ II
पुरुषों वाले सारे ही अधिकारों की अधिकारी है I
कोमल है कमज़ोर नहीं तू,  शक्ति का नाम ही नारी है I
जग को जीवन देने वाली मौत भी तुझसे हारी है II

बहुत हो चुका अब मत सहना तुझे इतिहास बदलना है II २ II
नारी को कोई कह ना पाये अबला है बेचारी है I
कोमल है कमज़ोर नहीं तू,  शक्ति का नाम ही नारी है I
जग को जीवन देने वाली मौत भी तुझसे हारी है II

कोमल है कमज़ोर नहीं तू,  शक्ति का नाम ही नारी है I
जग को जीवन देने वाली मौत भी तुझसे हारी है II
कोमल है कमज़ोर नहीं तू I

No comments: