જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,
પવિત્ર પાવન પુરૂષોત્તમ માસમાં રોજે કથા વાર્તાના
અધ્યયન અને શ્રી પુરૂષોત્તમ
ભગવાનની આરતી બાદ ચાલો હવે ગાઈએ શ્રી પુરૂષોત્તમ ભગવાનનો થાળ .......
જમવા પધારો પુરૂષોત્તમરાય રે, મારી પ્રેમની થાળી
હા રે રસોઈ મારે હાથે બનાવી,
પ્રાણજીવન
તમ કાજ રે, મારી પ્રેમની થાળી
ભાત રે ભાતના મેવા બનાવ્યા,
વિધવિધના
પકવાન રે, મારી પ્રેમની થાળી
જળ રે જમનાજીની ભરી લાવું ઝારી,
આચમન
કરો પુરૂષોત્તમરાય રે, મારી પ્રેમની થાળી
લવિંગ,
સોપારી ને પાનનાં બીડલાં,
મુખવાસ
કરો પુરૂષોત્તમરાય રે, મારી પ્રેમની થાળી
સાગ રે સીસમના ઢોલિયા ઢળાવું,
પોઢણ
કરો પુરૂષોત્તમરાય રે, મારી પ્રેમની થાળી
માધવદાસના સ્વામી શામળિયા,
તમ
પર જાઉં બલિહાર રે, મારી પ્રેમની થાળી


No comments:
Post a Comment