June 17, 2015

શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી....

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          પવિત્ર પાવન પુરૂષોત્તમ માસમાં રોજે કથા વાર્તાના અધ્યયન બાદ ચાલો હવે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી.......





ઉતારો આરતી પુરૂષોત્તમ ઘરે આવ્યાં,
          ઝીણે ઝીણે મોતીડે ને ફૂલડે વધાવ્યાં રે. ઉતારો આરતી...

મીરાનું વિષ અમૃત કીધું, મીરાંએ એ પ્રેમે પીધું,
          રણછોડને રીઝાવ્યા રે. ઉતારો આરતી...

શામળશાના વિવાહ કીધા, કુંવરને મામેરા દીધા,
          નરસૈયાને નવાજ્યા રે. ઉતારો આરતી...

ચંદ્રહાસના સંકટ કાપ્યા, ધ્રુવજીને દર્શન આપ્યાં,
          અવિચળ ભક્તિ આપી રે. ઉતારો આરતી...

કુબજા ઉપર કરુણા કીધી, ચંદન લઈને સાધી કીધી,
          ચરણે રાખી લીધી રે. ઉતારો આરતી...

સ્તંભ કોડી હિરણ્યાકશ્યપ માર્યો, પ્રહલાદજીને પોતે તાર્યો,
          ભાવ અંતરમાં આણ્યો રે. ઉતારો આરતી...

સુગ્રીવજીની સહાય કીધી, હનુમાનજીને ભક્તિ દીધી,
          લક્ષ્મણ મૂર્છા વાળી રે. ઉતારો આરતી...

સુદામાના તાંદુલ ખાધા, શબરી બાઈના બોર ખાધા,
          જમ્યા વિદુર ઘેર ભાજી રે. ઉતારો આરતી...

દામાજીના દુખડા કાપી, બાદશાહને પરચો આપી,
          મહાર થયા મોહનજી રે. ઉતારો આરતી...

માટી ખાતા મોહનજીને, માતાજીએ જોયું જઈને,
          ચૌદ લોક બતાવ્યા રે. ઉતારો આરતી...

મહા શંકરને માધવ મળ્યા, જન્મોજન્મના પાપો ટળ્યા,

          રમતા રામ રીઝાવ્યા રે. ઉતારો આરતી...

No comments: