January 14, 2013

કેવો રે પતંગ !...


રાધેકૃષ્ણ મિત્રો/વડીલો,
        આજે છે ૧૪મી જાન્યુઆરી. અને આજ નો દિવસ એટલે મકરસંક્રાતિ અને વળી આજના દિવસે સુરજ દાદાનો પણ મકરરાશિમા પ્રવેશ થાય છે એટલે કે ઉત્તરાયણ. આજનો  દિવસ સૌ કોઇ નાના મોટા સાથે મળી અનેરા ઉમંગથી મનાવે છે. અને આજે તો જાણે આકાશ રંગબેરંગી પતંગથી છવાઈ જાય છે.
        લઇ ફીરકી દોર પતંગ,
        ચડી અગાસી ઉડાઈ પતંગ
        મન મે ભરી કઇ ઉમંગ,
        ખાયે ઉંધિયું જલેબી સંગ,
        ચિક્કી, તીલ કે લાડુ ભી હો સંગ,
        ના હો જાય કોઈ દોર તંગ,
        મનમિત મિલ જાયે સબ સંગ,
                તો આ નાની એવી મારી રચનાની સાથે સાથે આપણે માણીએ આ એક બાળગીતને પણ. જે ‘બાલમૂર્તિ’ સામાયિક જાન્યુઆરી-૨૦૧૨ માંથી સાભાર લેવામાં આવ્યું છે.તો આશા છે કે આપ સૌને આ ગમશે, આપના પ્રતિભાવની અપેક્ષા સહ.
   735025_389166304510978_251624186_n
ઊંચે ઊંચે જાય મારો કેવો રે પતંગ !
 આખાયે આકાશનો એ બદલે જાણે રંગ.

ઘડી ગોથ ખાય ને એ તો ઘડી દૂર જાય, 
પવન આવે ત્યારે એ તો માથે સ્થિર થાય.

લાલ પીળો વાદળી અને વળી પટ્ટેદાર; 
કેવી સુંદર સુંદર નભમાં બનતી હાર !

પૂંછડી બાંધી ચગાવું તો થાતો પૂછડીવાળો; 
ખેંચમ ખેંચી કરતા મિત્રો થઈ જાતો ગોટાળો.

કદી ખેંચથી કાપું કદી મૂકી દઉં હું ઢીલ; 
નાની મુન્ની હસી પડતી કેવું ખિલ….ખિલ !

દોરી મૂકું છુટ્ટી તો જાતો એ આકાશ; 
એના મનમાં જાણે પહોંચું પ્રભુજીની પાસ.

No comments: