August 20, 2013

રક્ષાબંધન...આ લાલ-પીળો દોરો...અવિનાશ વ્યાસ

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,
          આજે છે શ્રાવણ સુદ પુનમ નો દિવસ. અને આજનો દિવસ  તો જુદા જુદા નામે ઓળખાય છે. ભાઈ-બહેનના પ્રેમના આ તહેવારને રક્ષાબંધન પણ કહે છે તો બળેવ પણ કહેવામાં આવે છે. વળી આજે બ્રાહ્મણો પોતાની જનોઈ બદલે છે, અને દરિયાઈ ભાંડુઓ આજના દિવસને નાળિયેરી પૂનમ તરીકે ઉજવે છે.તો સૌ ને શુભ રક્ષાબંધન.તો ચાલો આજે માણિએ આ રક્ષાબંધન પરનું અવિનાશ વ્યાસનું ગુજરાતી ફિલ્મ રમત રમાડે રામ (૧૯૬૪)નું આ ગીત. આ ગીત માટે ટહુકોનો ખુબ ખુબ આભાર.આશા છે આપની પણ યાદ તાજી થઈ હશે. આપના પ્રતિભાવની આશા સહ… 


આજ કાચા રે સૂતર કેરા તારનો તહેવાર
નાચો નાચો નરનાર
લઇ ફૂલકેરા હાર, હાલો બંધવાને તાર
હો જી હો રે હો ,

જગ ની વાત ,
આયો શ્રાવણ માસ ,
પૂરી કરે રે આસ , હોજી હો રે હો .

આ લાલ-પીળો દોરો
એને તાણેવાણે બાંધુ, બંધુ તને દોરો

ભાઇ અને બેનની એવી રે સગાઇ કે
જનમો જનમ ના આવે જુદાઇ
દુખનો પડછાયો કદી આવે નહીં ઓરો
આ લાલ-પીળો દોરો

રીમઝીમ રીમઝીમ શ્રાવણની ધાર
કરે બાંધવ કેરો બેડો પાર,
થઇ રક્ષાબંધન અમર તાર ,
વરસે બહેની ને દ્વાર દ્વાર ,

ભલો થાજે લાડકો તું જણનારી માવલડીનો
ભલો થાજે પીયુડો તું ગોરી ગોરી ભાભલડીનો
થજે તું સૌનો , ભાઇ રહેજે મારો

આજ કાચા રે સૂતર કેરા તારનો તહેવાર
નાચો નાચો નરનાર
લઇ ફૂલકેરા હાર, હાલો બંધવાને તાર
હો જી હો રે હો ,

જગ ની વાત ,
આયો શ્રાવણ માસ ,
પૂરી કરે રે આસ , હોજી હો રે હો .

No comments: