જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો.
આજે છે જલારામ જયંતિ. વળી નવા વર્ષમાં પણ આપણે પહેલી વાર
મળી રહ્યા છીએ તો આપ સૌને મારા, મન અને અમારા સમગ્ર પરિવાર વતી નવા વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ.
આ નવું વર્ષ આપને સર્વ રીતે ફળદાયી નીવડે અને આપની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રભુને
અભ્યર્થના. તો આજે વીરપુરના આપણા જલારામ બાપાને યાદકરતા ચાલોઆ ભજન માણીએ. જે બાળપણથી
મારું મનગમતું રહ્યું છે અને વીરપુર કે પછી જલારામ બાપાનું નામ પડે ને આ ભજન યાદ આવે
જ. હા તેના પુરેપુરા શબ્દો યાદ નથી તો જો તેમાં કોઈ ભુલ હોય તો જરુરથી બતાવજૉ. તો ચાલો
માણીએ આ ભજન... અને સૌ ને અમારા જય શ્રીકૃષ્ણ...
હે જલારામના નામ પર...
હે જલારામના નામ પર તમે રાખી દ્રઢ્ઢ વિશ્વાસ
કે પણ કરો કરો ભક્તિ સપ્રેમથી, તો તો
પુરી કરશે આશ.
હે..... ગીરનો રાજા ગીજડો જ રે..
આ તો ગીરનો રાજા ગીજડો અને જેણે સોંપી સોંપી સતાધાર.
હે....આ તો વણ રે થઁભી વણઝાર,
હે આ તો રિદ્ધિ સિદ્ધિની શ્યામજી,
કે વીરપુર જાવું કે સતાધારે જાવું
વીરપુર જાવું કે સતાધારે જાવું,
અરે હાલ તને હાલ મારો રામ બતાવું,
કે હાલ તને હાલ મારો રામ બતાવું,
વીરપુર જાવું કે સતાધારે જાવું
વીરપુર જાવું કે સતાધારે જાવું,
અરે હાલ તને હાલ મારો રામ બતાવું,
કે હાલ તને હાલ મારો રામ બતાવું.
હાલ મનવા હાલ મારો રામ બતાવું,
હાલ તને હાલ બધે રામ બતાવું,
વીરપુર જાવું કે સતાધારે જાવું
વીરપુર જાવું કે સતાધારે જાવું,
અરે હાલ તને હાલ મારો રામ બતાવું,
કે હાલ તને હાલ મારો રામ બતાવું.
જલારામ વસે છે વીરપુરમા, ગંગા
જમના વહે ભરપૂરમાં
જેનો આવે ના પાર, એવા
અન્નના ભંડાર,
હે મનવા... જેનો આવે ના પાર, એવા
અન્નના ભંડાર
હૂડી હોકો બતાવું.
અયોધ્યામાં જાવું કે નાસિકમાં જાવું,
અરે હાલ તને હાલ મારો રામ બતાવું,
કે હાલ હાલ હાલ મારો રામ બતાવું.
વીરપુર જાવું કે સતાધારે જાવું
વીરપુર જાવું કે સતાધારે જાવું,
અરે હાલ તને હાલ મારો રામ બતાવું,
કે હાલ તને હાલ મારો રામ બતાવું.
આપો ગીજો વસે છે સતાધારમાં,
કરે ભક્તોના કામ પલવારમાં,
એના દર્શન કરી, જાશે
ભવ તું તરી,
એવો સંત બતાવું,
રામેશ્વર જાવું કે બાલાજી એ જાવું,
અરે હાલ તને હાલ મારો રામ બતાવું,
કે હાલ મનવા હાલ તને રામ બતાવું.
વીરપુર જાવું કે સતાધારે જાવું
વીરપુર જાવું કે સતાધારે જાવું,
અરે હાલ તને હાલ મારો રામ બતાવું,
કે હાલ તને હાલ મારો રામ બતાવું.
જૂનાગઢમાં નરસિહ ને શ્યામ મળ્યાં,
કુંવરબાઈનાં મામેરા પૂર્યા,
નાચ્યો ઉભી બજાર, નાચ્યો
ભગનો ધાર,
એવો ધૂની બતાવું,
દ્વારિકામાં જાવું કે ડાકોરમાં જાવું
અરે હાલ તને હાલ મારો શ્યામ બતાવું,
કે હાલ મનવા હાલ તને મારો શ્યામ બતાવું.
વીરપુર જાવું કે સતાધારે જાવું
વીરપુર જાવું કે સતાધારે જાવું,
અરે હાલ તને હાલ મારો રામ બતાવું,
કે હાલ તને હાલ મારો રામ બતાવું.
બાપા બજરંગ બિરાજે બગદાણા,
નામ ગાજે એવું જગતમાં,
એના ચરણે પડી માંગુ ઘડી રે ઘડી,
ઉઁમરધામ બતાવું,
વગડામાં જાવું કેનિર્મળ નીરમાં નહાવું
અરે હાલ તને હાલ મારો રામ બતાવું,
કે હાલ તને હાલ મારો રામ બતાવું.
વીરપુર જાવું કે સતાધારે જાવું
વીરપુર જાવું કે સતાધારે જાવું,
અરે હાલ તને હાલ મારો રામ બતાવું,
કે હાલ તને હાલ મારો રામ બતાવું.


No comments:
Post a Comment