August 10, 2012

ગોકુળ ગામના વધામણા….

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

        આજે છે શ્રાવણ વદ આઠમ. એટલે કે જન્માષ્ટમી. આપણા નાના બાળ-ગોપાલ, શ્રીકૃષ્ણનો જન્મદિવસ. તો નંદના લાલા નો જન્મોત્સવ અહીઁ પણ તો ઉજવાવો જોઈએ ને. ખરુઁને...!!! વળી આજના દિને આપ સૌ માટે બીજા પણ ખુશખબર છે કે આજના દિને મનનો વિશ્વાસ પર રજુ થયેલ રચના ના કવિ વિશેતો મહિતી નથી પરઁતુ મન મારી જીવનસાથી બન્યા બાદ પહેલી વાર તેમના સ્વરમાં આ રચના રજુ કરી રહ્યો છું.વળી સાથે જણાવવાનું કે હુઁ મારા અનુસ્નાતક  એમ.ડી. એનેટોમીમાં ગુજરાત યુનિવર્સિટીમા પ્રથમ નઁબરે આવ્યો છુ જે સમાચાર પણ આપને સૌને આપવાના હતા, અને મારી આ સફળતા બદલ ભગવાનજીની સાથે સાથે મારા પરિવાર અને આપ સૌનો પણ સાથ સહકાર રહેલો છે.તે બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર. તો વધુ સમય ન લેતા ચાલો મનાવીએ કાના ના જન્મોત્સવને... અને હા આપ અમ આઁગણિયે આવી આપના અમુલ્ય પ્રતિભાવ આપશો... અને આ રચનાને મન ના સ્વરમાં માણવા માટે સુલભગુર્જરીની મુલાકાત જરૂરથી લેજો.

આજે વધામણાં રે ગોકુળા ગામનાં,

દેવકીજી એ કાન કુંવર જાયા વધામણાં રે... ગોકુળ ગામનાં

શ્રાવણ માસ છે ને આઠમની રાત છે

દેવકીજીએ કાનકુંવર જાયા... વધામણાં રે

સુઁડલામાં લઈ વાસુદેવ ચાલ્યા

યમુનાજીએ મારગ દીધા... વધામણાં રે

ત્યાથી વાસુદેવ ગોકુળ આવ્યા

જશોદાની ગોદમાં પોઢાડ્યા રે... વધામણાં રે

વહેલી સવારે જશોદાજી જાગ્યા

કૃષ્ણ મુખ જોઈ હરખાયાં... વધામણાં રે

દાસી તે દોડતા નંદ પાસે આવ્યા

મીઠા વધામણાં સુણાવ્યાં... વધામણાં રે

ગોકુળની ગલીઓમાં દહીં દૂધનાં રેલા

નાચતા નઁદ ઘેર આવ્યા... વધામણાં રે

નંદજીના આઁગણિયે નોબત વાગે

ગાયોના દાન દેવાયા... વધામણાં રે

આહિરના ઘેર વ્હાલો આપે પધાર્યા

ગ્વાલ બાલ સાથે ધેનુ ચારી... વધામણાં રે

પ્રેમેથી વ્હાલાને પારણે પોઢાડ્યાં

ગોપીઓએ હરખેથી ઝુલાવ્યા... વધામણાં રે

શરદની રાતે વ્હાલે રાસ રમાડ્યા

સૌનાઁ મનોરથ પૂર્યા... વધામણાં રે.

No comments: