જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો
આજે છે ૧૭મી જૂન પિતૃ દિન, એટલે કે ફાધર્સ ડે... પહેલી નજરે પિતા એક કઠોર વ્યક્તિ લાગે પણ એની ભીતર મહીં ડોકીયું કરીને જોઈએ તો કદાચ નાળીયેરની ઉપમા પણ ખોટી ઠરે એટલું કોમળ હૃદય એમના મહીં ધડકતુ હોય. પણ આ દુનિયાના બાહ્ય આડંબરમાં આપણે આપણા માહ્યલામાં જ જોવાનું ભૂલી જઈએ છીએ તો પિતાના અઁદરના ઉઁડાણમાં ક્યાંથી ઉતરી શકીએ. આવી જ કંઈકપપ્પાની વેદના વ્યક્ત કરતી એક રચના ‘પપ્પા ! ક્યારે ઘેર આવો છો ?’…… કિરણ ચૌહાણ અગાઉ અહી રજુ કરી હતી જે કદાચ આપે માણી હશે. તો વળી પિતાનું આ દુનિયાના સર્જનહારે કેવી રીતે સઘળું એકઠું કરી સર્જન કર્યું હશે તેની સુંદર કલ્પના આપે રમેશભાઈ ના શબ્દોમાં અગાઉ પિતા દિન…..પિતૃસર્જન…રમેશ પટેલ ‘આકાશદીપ’ રચનામા માણી છે. તો ચાલો એક બાળસહજમનથી વિશ્વદીપ બારડની આ રચના આજે માણીએ.અને હા આપના અમૂલ્ય અભિપ્રાયની હઁમેશની જેમ પ્રતિક્ષા રહેશે....
ફુગ્ગો ફુલાવી આપે, રમકડા રમવા આપે,
ઘોડો બની પીઠ પર સવારી કરવા આપે,
આવા વ્હાલા પપ્પા છે મારા
ચોકલેટ લાવી રોજ રોજ મને પપ્પી આપે,
હું એને હગ આપુ, એ મને બિસ્કીટ આપે,
આવા વ્હાલા પપ્પા છે મારા
બાળમંદીર જાવ જ્યારે એ મને સ્મિત આપે,
બેકપેક સાથે ભાવતું-ગમતું લંચ મને આપે,
આવા વ્હાલા પપ્પા છે મારા
ઝૂ માં જઈએ ત્યારે કોટન કેન્ડી મને આપે,
મુવીમાંતો કાયમ પૉપકોર્ન લઈ મને આપે.
આવા વ્હાલા પપ્પા છે મારા
પ્યારા પપ્પા,ખોબો ભરી મને પ્રેમ આપે,
વંદન કરું ત્યારે કાયમ આશિષ મને આપે.
આવા વ્હાલા પપ્પા છે મારા

No comments:
Post a Comment