જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,
આજે છે મધર્સ ડે એટલેકે વિશ્વ માતૃત્વ દિન.મા બસ આ શબ્દમાઁ જ કેટલુઁ બધુઁ સમાઈ ગયુઁ છે. આમ તો છે માત્ર એક અક્ષરનો શબ્દ, પણ તેને વ્યક્ત કરતા કે તેના વિશે કહેતા કે લખતા કદાચ શબ્દકોશમાઁ પણ શબ્દો ખૂટી જાય પણ તેનો તાગ ના મેળવી શકો. માટે જ તો કહે છે ને કે જ્યારે ભગવાન બધે ન પહોઁચી વળ્યા એટલે તેમણે માનુઁ સર્જન કર્યુઁ. અરે આપણા શાસ્ત્રો કે પૌરાણિક કથાઓ જુઓ, જ્યારે જ્યારે ભગવાન પણ મા ના ખોળે અવતાર લઈને આવ્યા છે ને ત્યારે તેઓ વધુ પ્રચલિત કે પુજાયા છે.જેમકે વરાહ અવતાર,નૃસિઁહ અવતાર કરતા રામ અને કૃષ્ણ અવતાર વધુ લોકા પ્રચલિત અને પુજાય છે. વળી કહેવાયુઁ છે ને કે “ જે કર ઝુલાવે પારણુઁ તે જગ પર શાસન કરે.” મા વિશે તો કઁઈ કેટલીયે પ્રયુકિતો કહેવતો કહેવાઈ છે. બસ મા તે મા બાકી બધા વગડા ના વા... તો આજે આ દિન પર કવિ દલપતરામની આ રચના કે જે કાવ્ય સ્વરૂપે આપણે સૌ ભણી ચુક્યા પણ છીએ તો ચાલો ફરી વાગોળીએ એ યાદોને... આપ પણ આપના સઁસ્મરણો અમારી સાથે આપના અમૂલ્ય પ્રતિભાવા આપીને વહેઁચશો એવી આશા સાથે ફરી મળીશુઁ....હતો હું સૂતો પારણે પુત્ર નાનો
રડું છેક તો રાખતું કોણ છાનો
મને દુખી દેખી દુખી કોણ થાતું
મહા હેતવાળી દયાળી જ મા તું
સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે
પીડા પામું પંડે તજે સ્વાદ તો તે
મને સુખ માટે કટુ કોણ ખાતું
મહા હેતવાળી દયાળી જ મા તું
લઈ છાતી સાથે બચી કોણ લેતું
તજી તાજું ખાજું મને કોણ દેતું
મને કોણ મીઠા મુખે ગીત ગાતું
મહા હેતવાળી દયાળી જ મા તું
પડું કે ખડું તો ખમા આણી વાણી
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી
પછી કોણ પોતાતણું દૂધ પાતું
મહા હેતવાળી દયાળી જ મા તું


No comments:
Post a Comment