જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,
આજે આપ સૌ માટે એક સરપ્રાઈઝ છે... આપ સૌ મન થી તો પરિચિત છો જ. જે મારી ખાસ મિત્ર છે અને સાથે સાથે આ બ્લોગ મનનો વિશ્વાસની કેટલીક રચનાઓનુઁ સઁકલન પણ કરેલ છે તથા તેમની પોતાની પણ ઘણી રચના આ બ્લોગ પર રજુ થઈ ચુકી છે.પણ ગત 16મી જાન્યુઆરીના રોજ, કે જે દિવસે મારી અને તેમની મિત્રતા બઁધાઈ હતી અને હવે તે જ દિવસે હવે મન અને વિશ્વાસ એટલે કે હુઁ, બઁને લગ્નગ્રઁથિથી એકબીજા સાથે જોડાઈ ગયા છીએ. અને આજ સુધી તમે માત્ર તેના નામ અને તેની રચનાથી પરિચિત હતા પણ આજે તેની તસવીર પણ જોઈ શકશો. તો આપણાસઁબઁધો વધુ ગાઢ બનશે. અને હવે સાચે જ આ બ્લોગનુઁ નામ સાર્થક થઈ ગયુ કે વિશ્વાસ મનનો થઈ ગયો, અને મનનો વિશ્વાસ હવે સાથે ધબકશે.બસ આપા સર્વે મિત્રો/વડીલોની શુભકામનાઓ અને આશિર્વાદની અભ્યર્થના સહ ઉર્મિસાગર પર અગાઉ રજુ થયેલ રિષભ મહેતાની આ રચના આ શુભ પ્રસઁગે અહીઁ રજુઁ કરુઁ છુઁ આશા છે આપા સર્વે પણ તેને માણશો...

તું નથી આ શબ્દનાં આકારમાં,
તું નથી આ સૂરનાં શણગારમાં;
ક્યાં નજાકત તારી ને ક્યાં આ જગત !
સાચવું તેથી તને ‘ધબકાર’માં…
ચાલને, દુલ્હા-દુલ્હન રમીએ, દુલ્હન રમીએ,
છોડી મીંઢણ, બંધન રમીએ, બંધન રમીએ.
નઈં તું બોલે નઈં હું બોલું…
ચૂપ ચૂપ ચૂપ ચૂપ ચુંબન રમીએ, ચુંબન રમીએ.
તો ચાલને, દુલ્હા-દુલ્હન રમીએ, દુલ્હન રમીએ.
રાતનાં સૂના સૂનાપનમાં…
ખન ખન ખન ખન કંગન રમીએ, કંગન રમીએ.
તો ચાલને, દુલ્હા-દુલ્હન રમીએ, દુલ્હન રમીએ.
જીવન છે કે છે ધબકારા…
‘રજની’ ચાલો ધડકન રમીએ, ધડકન રમીએ…
તો ચાલને, દુલ્હા-દુલ્હન રમીએ, દુલ્હન રમીએ.

No comments:
Post a Comment