October 26, 2011

સાલ મુબારક...સાંઈરામ દવે

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો


 

          આજે છે આસો વદ અમાસ એટલે કે આપળી રૂડી દિવાળી.અને આવતીકાલે થશે વિક્રમ સંવત ૨૦૬૮નો શુભારંભ.તો આપ સૌ મિત્રો વડીલો, બ્લોગર મિત્રો તથા આપના સમગ્ર પરિવારને મારા તથા મન અને અમારા સમસ્ત પરિવાર તરફથી શુભ દિપાવલી અને નૂતનવર્ષાભિનંદન. આવનારું આ વર્ષ આપના જીવનમાં ઘણી યાદગાર પળોને લઈને આવે અને આપની સર્વ મનોકામના પુર્ણ થાય તેવી પ્રભુને અભ્યર્થના.વળી આ વર્ષે ઘણું ઓછું મળવાનું થયુ છે તેમ છતા આપ સર્વે મિત્રોએ સંપર્ક જાળવી રાખ્યો તે બદલ આપનો ખુબ ખુબ આભાર. આજે રજું કરું છું સાઈરામ દવેની આ રમૂજી રચના આશા છે આ આપ સર્વેને ગમશે અને આપના અમૂલ્ય અભિપ્રાયની અપેક્ષા સહ...

 


(આ તસવીર ચંદ્રવદન કાકાના ઈ-મેલ પરથી મેળવેલ છે.)



તબિયત રહેજો હટ્ટીકટ્ટી સાલ મુબારક,


તૂટે નહી સ્લીપરની પટ્ટી સાલ મુબારક,



બને તો ભાગવત સપ્તાહ કરજો સાલ મુબારક,


નહીતર જૂના હપ્તા ભરજો સાલ મુબારક,


સ્કૂટરમાં ન પંકચર પડજો સાલ મુબારક,


ના ખોટા એડવેન્ચર કરજો સાલ મુબારક,



IT રિટર્ન NIL જ ભરવું સાલ મુબારક,


વીજળીના ચેકીંગથી ડરવું સાલ મુબારક,


બસમાં તમને સીટ મળી જાય સાલ મુબારક,


માનતા સઘળી તરત ફળી જાય સાલ મુબારક,



બેકારોને મળે નોકરીઓ સાલ મુબારક,


વાંઢાઓને મળે છોકરીઓ સાલ મુબારક,


આવે નહીં એકેય બિમારી સાલ મુબારક,


લોન થઈ જજો પાસ તમારી સાલ મુબારક,



નેતાગણ ના કરે કબાડા સાલ મુબારક,


ગુટખા પર લાગે ટાડા સાલ મુબારક,


કોઈ ન નકલી નોટો છાપે સાલ મુબારક,


કોઈ કોઈનું ખિસ્સું ન કાપે સાલ મુબારક,



શેર બજારના ભાવ ના તૂટે સાલ મુબારક,


ન એકેય બેંક ઊઠે સાલ મુબારક,

No comments: