June 21, 2011

વિશ્વાસનો ધબકાર...અનાયાસ ઝિંઝુવાડીયા "આંશિક"

રાધેકૃષ્ણ મિત્રો / વડીલો,


આમ તો આજે બહુ વહેલી છુ પણ આ રચના પૂર્વસૂચિત કરેલ છે એટલે જ્યારે આપ આ વાંચી રહ્યા હશો ત્યારે હશે ૨૧મી જૂન. એટલે કે વિશ્વ સંગીત દિવસ અને સાથે સાથે આ બ્લોગના રચયિતા અને આપ સૌના હિતેશ "વિશ્વાસ"નો પણ જન્મદિન છે. તો આજે આ ખાસ પોસ્ટ વિશના જન્મદિવસની ભેટરૂપે અર્પણ થઈ શકે તે માટે ખાસ આજે સમય લઈને આજના દિવસે રજૂ થાય એવી ગોઠવણ કરેલ છે.બસ અનાયાસે જ અનાયાસ ઝિંઝુવાડિયાના બ્લોગ સમન્વય પર એકવાર જઈ ચડ્યા અને તેમની આ રચના ખૂબ પસંદ આવી તો આજના દિને આ રચના ખાસ વિશ અને આપ સૌને માટે... આશા છે કે આપ સૌને ગમશે અને આપના અભિનંદન અને અમૂલ્ય અભિપ્રાયોની આશા સાથે....



આંખોના પલકારે આજે આંસુ વેદના બની છલકાય છે,

પળ-પળના ધબકારે આજે તો સ્નેહના સ્પંદન વિખરાય છે.

શ્વા્ચ્છોશ્વાસે હવે આજે એક જ ઝંખના ઉત્પન્ન થાય છે,

મુકું તારા હોઠોએ સ્મીત એવા રમતા કે મનડું હવે તો તારૂં સ્નેહમાંજ મલકાય છે.

 

વિરહના કાળજા તારા-મારા આજે તો જોઇ ,

ક્યારેક તો હદય પણ ધબકાર ચૂકી જાય છે.

હાથમાં હાથ નાખી આજે જીદંગીની નવી રાહે નીકળતા,

સમયના સાત સમુદ્રની રેખા આજે વચ્ચે ખેંચાય છે.

 

જુએ છે દુનિયા આજે અનંત પ્રેમ તારો-મારો,

તોયે પળે-પળે સંબંધોના આજે પારખા થાય છે.

કોમળ હદય આજે તો તારૂં-મારૂં ખાલી ભૂખ્યું છે પ્રેમનું,

ન જાણે કેમ તોયે આજે લાગણીઓ મૂંઝ્વણ બની છલકાય છે.

 

મળવાને હદય તારા આજે,

હદયતો મારૂં પણ થનગન થાય છે,

દૂરીના દરીયાને પ્રેમની નાવડીમાં ઓળંગવા જતા મનડું આજે,

ક્યાંક જીદંગીના વમળમાં ગોથા ખાય છે.

 

ભલે સક્ષમ નથી આજે લાગણીઓ સમક્ષ તારી રજૂં કરવા હું,

પણ કહું શું તને કે આજે તો મારી ઊર્મીઓ પણ જુદા આકારે પ્રગટ થાય છે.

વિશ્વાસ મારો કહે છે આજે ખબરતો તને પણ હશે કે,

ધબકાર જ્યારે ત્યાં થાય છે ત્યારે અવાજ તો અહીં પણ સંભળાય છે.

1 comment:

વિશ્વાસ said...

Jay Shree Krishna,
Thank you so much "મન"

Your Vish