March 20, 2011

ધુળેટી બહું રંગીન લાગે છે….. રઈશ મણિયાર

 


જય શ્રીકૃષ્ણ મિત્રો,



ઘણા સમય બાદ આજે નવી રચના સાથે આવ્યો છું, તો તે બદલ ક્ષમાપ્રાર્થી છું.હમણાથી કામમાં ખુબ જ વ્યસ્ત રહેવાય છે. પણ આજના દિવસે તો ખાસ સમય નિકાળીને આવ્યો છુ, આજે છે ફાગણ વદ એકમ.એટલે કે ધુળેટી. તો સૌ મિત્રો/વડીલોને મારા,મન અને અમાર પરિવાર તરફથી હોળી અને ધુળેટીની ખુબ ખુબ શુભકામનાઓ.અને આજના જ દિને અમારા ગુરૂજીનો પણ જન્મદિન છે.વળી તમને ખબર છે આજે છે ૨૦મી માર્ચ જે વિશ્વ ચકલી દિન અને વિશ્વ વાર્તા કથન દિવસ તરીકે ઉજવાય છે. અને આ સૌ પ્રસંગે એક વાર્તા જ જેવી અને આપણા બાળપણ તથા ભૂતકાળને યાદ કરાવી દે તેવી શ્રી રઈશ મણિયારની રચના સંદેશ સમાચારપત્રમાં વાંચી તો થયું કે આપ સૌ સાથે તેને માણું. તો ચાલો માણિએ આ રચના..અને હંમેશા તમારા અમૂલ્ય અભિપ્રાયોથી સાથ આપતા રહેશો...



 


 


ધુળેટીના તમાશાઓ બહું રંગીન લાગે છે,


આ પરણ્યાઓ, કુંવારાઓ બહું રંગીન લાગે છે.


 


તેં ખેંચ્યા એ દુપટ્ટાઓ બહું રંગીન લાગે છે,


પડ્યા ગાલે તમાચાઓ બહું રંગીન લાગે છે.


 


પાડોશણને તું રંગે ત્યાં જ પત્ની જોઈ ગઈ, માર્યા !


ધુળેટીના ધબડકાઓ બહું રંગીન લાગે છે.


 


કયા મારા, પાડોશીના કયા એ પણ કળાતું ક્યાં,


સમી સાંજે આ ભૂલકાઓ બહું રંગીન લાગે છે.


 


જે નિકળ્યા શ્વેત ટોપી, શ્વેત કફની, શ્વેત ધોતીમાં,


ફર્યા પાછા તો કાકાઓ બહું રંગીન લાગે છે.


 


જીવન બસ બ્લેક પિક્ચરસમ અને કાઈટ્સનું બસ ટ્રેલર,


આ ટ્રેલર જેવા દહાડાઓ બહું રંગીન લાગે છે.


 


લપસવું, ભાગવું, પકડાવું, ભીંજાવું ને ખરડાવું,


નર્યા ગમગીન કિસ્સાઓ બહું રંગીન લાગે છે.

No comments: