જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે છે ફાગણ સુદ પુનમ એટલેકે હોળી. વળી આજે છે ૨૮મી ફેબ્રુઆરી એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પણ.વળી ગઈકાલે હતી ઈદ-એ-મિલાદ.આમ હમણાં તો તહેવારોનો મેળો ભરાયો છે અને આ તહેવારો જ તો છે કે જે આપણી જિંદગીમાં એકબીજાને નજીક લાવે છે ખુશીઓ છલકાય છે અને પ્રેમ સર્વત્ર પ્રસરે છે.
ગત વર્ષે જો કે હોળી પર કુદરતી રંગો બનાવવાની રીત આપી જ હતી પણ આ વર્ષે ફરીવાર તેની મુલાકાત લઈ એ રીત નોંધી લેજો તથા સાથે સાથે મારી મિત્ર મન ની રચના રંગીલી આવી આ હોળી આવી…..“મન” પણ માણજો અને આપનો અમૂલ્ય પ્રતિભાવ આપશો તેવી આશ સહ...
વળી વિજ્ઞાનદિવસની જાણકારી માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ…માનવી અને વિજ્ઞાન…..દિલીપ આર.પટેલ રચનાની મુલાકાત પણ જરૂરથી લેજો હોં ને...અને આજ પ્રસ્તુત છે ગુજરાતી ફિલ્મ માલવ પતિ મુંજ ની આ રચના આશા છે આપ સૌને ગમશે.....
રંગીલો ફાગણનો મહિનો, ચારેકોરે રંગ છે,
નાચી રહ્યા છે આંખ ને અંતર, યૌવન અંગેઅંગ છે.
યૌવન ? યૌવન એટલે શું ?
અરેરે ! યૌવન નથી સમજતાં !
શું મને થાય, ના સમજાય,
નિંદરમાંથી ઝબકી જવાય...(૨)
કોઈ સુંદર સાવરી સૂરત નિરખતાં,
મનમાં ખળખળ થાય,
ના સમજાય, ના સૂવાય
આમ થાય ત્યારે સમજી લેવું, આવી ગયો અનંગ છે,
નાચી રહ્યા છે આંખ ને અંતર, યૌવન અંગેઅંગ છે.
રંગીલો ફાગણનો મહિનો, ચારેકોરે રંગ છે,
નાચી રહ્યા છે આંખ ને અંતર, યૌવન અંગેઅંગ છે.
આ ભ્રમર અને આ ફૂલ, એને પણ એક પ્રિત છે,
ફૂલની પાંખે ભ્રમર બીડાય, એવી પ્રિતની રીત છે.
સમજાવો મને દીપક ઉપર જલતો કેમ પતંગ છે,
નાચી રહ્યા છે આંખ ને અંતર, યૌવન અંગેઅંગ છે.
તમને જોઈ તનમન નાચે, એવું થાય કેમ ?
કેમ કરી સમજાવું, એનું નામ પ્રેમ.
ચંદ્ર ને જોઈ ઉરસાગરમાં, ઉછળી રહે તરંગ છે,
નાચી રહ્યા છે આંખ ને અંતર, યૌવન અંગેઅંગ છે.
રંગીલો ફાગણનો મહિનો, ચારેકોરે રંગ છે,
નાચી રહ્યા છે આંખ ને અંતર, યૌવન અંગેઅંગ છે.


No comments:
Post a Comment