જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે છે ધુળેટી.આજે રંગોત્સવની સાથે સાથે છે અમારા ગુરુજી શ્રી પુરૂષોત્તમદાસ લાલજી મહારાજનો આજે જન્મદિન પણ છે.તો ગુરુજીને કોટિ કોટિ વંદન સહ જન્મદિનની શુભકામનાઓ.હાલમાં તેઓ હયાત નથી પરંતુ તેમ છતા આજે પણ તેમની અનુભૂતિ થાય છે અને તેમના આશીર્વાદ અમ સૌ ભક્તો પર વરસતા રહે છે.તો આ પ્રસંગે ગુલાલની છોળો સાથે સાથે ચાલો ભક્તિના રંગે પણ રંગાઈ જઈએ.ખાસ આ ભજન ગુરુજીને અર્પણ.
સવારી રે ચડી સનાતન સંતની-ટૅક
કરવાં એને ભારતનાં કલ્યાણ રે, વનથળના વાસી. સવારી રે
કપરા કૂડા કળી કાળમાં, તપોબલના ઊગ્યાં આભે ભાણે રે
વનથળના વાસી. સવારી રે
નેજા ફરકે સનાતન ધર્મના, સંસ્કૃતિની ઝળકે જીવન જ્યોત રે
વનથળના વાસી. સવારી રે
બિરદ શોભાવ્યું ગુરૂદેવનું, તિમિર ટાળી પાડ્યો જગપ્રકાશ રે
વનથળના વાસી. સવારી રે
હાકલ વાગે પુરૂષોત્તમલાલની
અનોખા શોભે કાંઈ શાદળા કેરા પંથ રે
વનથળના વાસી. સવારી રે
શાપર સૌરાષ્ટ્ર જન્મ ભોમકા,
વનથળ ગામને વગડે કીધો વાસ રે,
વનથળના વાસી. સવારી રે
ઉજ્જ્વળ કીધી રેવાબાની કૂખને,
દિપાવ્યા છે કંઈ બાપુ વિશ્વનાથ રે,
વનથળના વાસી. સવારી રે
કર જોડી વિનવે ખોડુભા આપને,
કરજો બાપું ગાંગડ ગામમાં વાસ રે,
વનથળના વાસી. સવારી રે


No comments:
Post a Comment