February 14, 2010

વેલેન્ટાઈન ડે...પ્રિય દીદીનો જન્મદિવસ...મનના વિશ્વાસનો બીજો જન્મદિવસ... “ मन का विश्वास, ”.....प्रेरणा

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,



આજે છે ૧૪મી ફેબ્રુઆરી.વિશ્વભરમાં આજે આ દિનને પ્રેમ દિન તરીકે ઉજવવામાં આવે છે એટલે કે વેલેન્ટાઈન ડે.વળી મારા માટે તો આજનો દિન એથી પણ વિશેષ ખાસ છે કારણકે આજે છે મારી સૌથી નજીક એવી મારી પ્રિય દીદીનો જન્મદિવસ.અને સાથે સાથે આ મનના વિશ્વાસનો બીજો જન્મદિવસ.હા આપ સૌ મિત્રોના સાથ અને સહકારથી જ, આજના દિને જ ૨૦૦૮માં જન્મેલા આ માતૃભાષી બ્લોગ મનનો વિશ્વાસ આજે ૨ વર્ષ પૂર્ણ કર્યા અને આપ સૌના દિલમાં જ્ગ્યા મેળવી રહ્યો છે.અને આજે આપ સર્વે મિત્રો/વડીલોના આશીર્વાદથી અને પ્રભુકૃપાથી આ બ્લોગ પર ૨૭૮ રચનાઓ પ્રદર્શિત થઈ ચૂકી છે, જેમાં જુદા જુદા ૧૪૯ કવિઓની રચનાઓ છે તથા આપ સર્વેના ૪૯૬ થી વધું અમૂલ્ય પ્રતિભાવો આવ્યાં છે. અને અંદાજે . ૧૬૦૯૮ થી પણ વધું મિત્રો/વડીલોએ અમ આંગણૅ પધારી અમને અહોભાગી બનાવ્યા છે.


અને હા મને સતત પ્રોત્સાહન અને મદદ કરતા રમેશભાઈ પટેલઆકાશદીપ’, ડૉ.ચંદ્રવદન મિસ્ત્રી,જયેશભાઈ ઉપાધ્યાય, કેયુરભાઈ,દિલિપભાઈ ગજ્જર, વિતલ પટેલ,ધવલભાઈ,ડો.વિવેકભાઈ ટેલર, ઉર્મિબેન, જયશ્રીબેન, પ્રજ્ઞાજુબેન, ચિરાગભાઈ, ચેતનાબેન, પિન્કીબેન, બીનાબેન તથા સર્વે કદાચ ઘણાના નામ રહી ગયા છે તે સર્વેનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને મારી પ્રિય દીદી અને મારી ખાસ મિત્ર મન જેમના વિના તો આ બ્લોગ આટલો વિકસિત જ ન થઈ શક્યો હોત અને આ સમગ્ર બ્લોગ અને તેની સફળતા આ બંનેને સમર્પિત છે.અને આ પ્રસંગ પર પણ રમેશભાઈ અને મારી મિત્ર પ્રેરણા બંનેએ પોતાની રચના મોકલાવી છે તો ચાલો માણીએ આ રચના..આને હા આપના અમૂલ્ય બે બોલથી અમને પાવન કરશો. અને ગત વર્ષે આજના દિન પર રજું થયેલ સાત-સાત રચનાઓ ની પણ ફરી મુલાકાત જરૂરથી લેજો.





ख्वाब जो मेरी आंखोमे है,


क्या तुमने भी देखे है ?



बातें जो ईन होंठों पे है,


क्या तुम भी कहना चाहते हो ?



तरसती है नजरें तेरे दिदार को,


तडपती है बॉंहे तुजे पाने को,



आवाज्ञ मेरे दिल की सुन लो तुम,


नाम मेरा कभी तो लो तुम,



प्यार से तुम्हारा दामन भर देंगे,


ऑंसु तुम्हारा हर हम लेंगे.



कह दो एक बार तुम्हे भी प्यार है,


दिल क्या जान भी तुम्हे दे देंगे.



मन और विश्वास का ये मन का विश्वास, ”


भर देंगा आप के जीवन में हर आश.

No comments: