જય શ્રીકૃષ્ણ મિત્રો
આજે છે કારતક સુદ પુનમઆજે છે દેવદિવાળી.વળી કેટલાક મંદિરોમાં આજે તુલસી-વિવાહ પણ યોજાય છે અને અમારા ગુરુજીના ધામ ઘુમામાં આજે બસ આ વિવાહમાં હમણાં જ જઈને આવ્યો.વળી આજે છે શ્રી ગુરુ નાનક જયંતિ પણ.જેમણે પણ હંમેશા સર્વધર્મ સમભાવનો સંદેશ આપેલો.અને આજે પણ તેમના સમાધિ સ્થાને હિંદુ-મુસ્લિમ સર્વ ધર્મના લોકો ત્યાં બંદગી અર્થે જાય છે, બસ આજનો સંદેશ એટલો કે આપણે આપણા વચ્ચેની વેર ભાવના ભુલાવી ભાઈચારાથી હળીમળીને સાથે તહેવારોની ઉજવણી કરીએ અને આનંદની છોળૉ ઉડાડીએ.
વળી આજે છે ૨જી નવેમ્બર.આજના દિનને વિશ્વ આરોગ્ય સંસ્થાએ વિશ્વ ન્યુમોનિયા દિન તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે.આપણે કદાચ સ્વાઈન ફ્લૂના હાઉથી ગભરાઈએ છીએ પણ એને જરા બાજુમાં રાખી જરા નજર કરીએ તો બાળકો માટે એક સૌથી ઘાતક રોગ હોય તો તે છે ન્યુમોનિયા, બોલવામાં પણ અઘરો લાગતો આ રોગ આપણા દેશમાં દર કલાકે ૪૭ બાળકોનો ભોગ લે છે એનો આપને અંદાજો પણ નહી હોય અને વર્ષે દહાડે આપણા ગુજરાતમાં પણ ૧૪,૪૦૦ મૃત્યુ આ રોગને કારણે થાય છે અને વિશ્વમાં પ્રતિ વર્ષ ૨૦ લાખથી પણ વધુ બાળકો મોતને ભેટે છે.આથી ઉલ્લેખનીય છે કે આ રોગ વિશે સૌ લોકોમાં જાગૃતિ આવે અને તો જ આ મૃત્યુદર ઘટાડી શકાય.વળી ૫ વર્ષથી નીચેની વયમાં મૃત્યુ પામતા દર પાંચમાં બાળક્ના મૃત્યુનું કારણ આ રોગ છે.આ માટે ત્રિપાંખિયો વ્યુહ
૧. બાળકની સારસંભાળ Protection,
૨. રોગ અટકાવવાના ઉપાયો Prevention &
૩. સારવાર Treatment
જેમકે બાળકોને પુરતો પોષક આહાર આપવો, બાળકને સ્તનપાન કરાવવું, જ્યારે ખોરાક તરફ પ્રયાણ કરાવતા હોઈએ ત્યારે પણ સ્વચ્છ અને ધીમેધીમે પ્રવાહી થી ઘટ્ટ સ્વરૂપે બાળકને સ્તનપાનથી ખોરાક તરફ લઈ જવું, વળી હવે આ રોગની રસી પણ ઉપલબ્ધ છે તો આ માટે આપના દાક્તરને મળી આ બાબતે પણ જાણકારી મેળવી લેશો.વળી કેન્દ્રિય આરોગ્ય વિભાગ દ્વારા પ્રારંભિક તબક્કે આ રસી દેશના દસેક રાજ્યોમાં પહોંચાડવામાં આવશે જો કે ગુજરાત આમાંથી બાકાત છે, પણ આશા છે કે આ સફળ થતાં આ રસી દરેકને પ્રાપ્ય થાય, તો આજના દિને માણીએ આ હિન્દી ગીત, વળી તુલસીનાં પાન અને તેનો રસ કફનાશક છે જ તો આજે એક ફરી અનોખો સમન્વય થઈ ગયો.અને આ રચના આપને કેવી લાગી તે જરૂરથી જણાવશો...
मैं तुलसी तेरे आंगन की,
मैं तुलसी तेरे आंगन की...
कोई नहीं मैं तेरे साजन की,
मैं तुलसी तेरे आंगन की...(२)
मैं तुलसी...
द्वार पडे पडे तरस गई,
आज उमड कर बरस गई,
प्यासी बदली सावन की,
मैं तुलसी तेरे आंगन की...(२)
मैं तुलसी...
मांग तेरी, सिंदूर भी तेरा,
सब कुछ तेरा कुछ नही मेरा,
मोहे सौगंध तेरे आंसु की,
मैं तुलसी तेरे आंगन की...(२)
मैं तुलसी...
कहे क्यों तु मुजसे जलती है,
अय री मोहे तो तु लगती है,
कोई सहेली बचपन की,
मैं तुलसी तेरे आंगन की,
कोई नहीं मैं तेरे साजन की,
मैं तुलसी तेरे आंगन की...(२)
मैं तुलसी...
मैं तुलसी तेरे आंगन की...(२)
मैं तुलसी...
मैं तेरा क्या ले जाउंगी,
धूल मैं तेरी गलियों की,
मैं तुलसी तेरे आंगन की,
कोई नहीं मैं तेरे साजन की,
मैं तुलसी तेरे आंगन की...(२)
मैं तुलसी...
मत रो बहना अंदर जा के,
देख गली में बाहर आ के,
आरती अपनी सौतन की,
मैं तुलसी तेरे आंगन की,
कोई नहीं मैं तेरे साजन की,
मैं तुलसी तेरे आंगन की...(२)
मैं तुलसी...


No comments:
Post a Comment