જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે છે ૨૧મી ઓક્ટોબર.અને આમ કહું તો નવા વર્ષની આ પ્રથમ જ પોસ્ટ છે પણ ખબર જ નહોતી કે નવા વર્ષની શરૂઆત આવી સુંદર સરપ્રાઈઝથી થશે.આજે છે આપણા વિતલબેન એટલેકે રમેશભાઈ પટેલ 'આકાશદીપ'ના દીકરીનો આજે જન્મદિવસ છે, જેમણે હમણાં જ દિપાવલી પર મને, મનને અને અમારા પરિવારને સ્નેહના સરવાળા કરતા કુટુંબ તરિકે સંબોધી એક અનોખો દિવ્ય સંબંધ સ્થાપિત કરી દીધો.મને ખુશી છે કે અમારા આ મનના વિશ્વાસના બ્લોગની સફર આજે મને આટલા સુંદર સંબંધો બાંધી આપ્યા.હાં આજે આ પોસ્ટ રજું કરવા અને તેમને વિતલબેનને વધાઈ આપવામાં છેલ્લો હોઈશ પણ હજું ૨૧મી તારીખ ગઈ નથી હજી રાતના ૧૧:૪૫ જ થયા છે તો તેમને જ્ન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.અને આ સાથે આજે તેમના પિતા રમેશભાઈની તરફથી અને અમારા સમગ્ર બ્લોગ પરિવાર અને આપ સર્વે વાચકમિત્રો તરફથી વિતલબેને તેમની લગ્નતિથિ પર રચેલી તેમની રચના જે તેમણે તેમના પિતાને ભેટમાં આપી હતી અને જે તેમના કાવ્યસંગ્રહ “સ્પંદન”માં પણ સામેલ થયેલ છે.તો આજે વિતલબેનને આપણા સૌ તરફથી ફરીથી જન્મદિનની શુભકામનાઓ.ભગવાન તેમના મનનાં બધાં ઓરતાં પુરા કરે.વળી અહીં ફોટોમાં વિતલબેન તેમના દિકરા આદિ તથા રોહન અને પિતા રમેશભાઈ અને માતા સાથે દ્રષ્ટિગોચર થાય છે તો ચાલો માણિએ આજે વિતલબેનની રચના..અને આપ સૌ પણ તેમને શુભેચ્છાઓ આપશોને...!!!
શરણાઈના રેલાતા સૂરછે,
આંગણે લીલાં તોરણ છે.
જુઓ આજ એક,
વહાલી દીકરીના લગન છે.
આંગણે રમતી હતી,
વાતે વાતે રીસાતી હતી,
કાનમાં આવીને ફરિયાદો કરતી હતી.
હસતાં-રડતાં મોટી થઈ,
આવ્યું એને યૌવન છે.
જુઓ આજ એક
વ્હાલી દીકરીના લગન છે.
છે ઘર સજેલું આજે,
બધા કેટલા હસે છે.
વારંવાર દીકરી પાસે,
મન જવા માંગે છે.
અરે વગાડો ઢોલ,
વગાડો શરણાઈ
કે ટપકું થતું આંસું કહેછે,
હા ,આજ મારી
વહાલી વિતલનાં લગન છે.
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
વિતલ પટેલ (બ્રુન્સવીક,જ્યોર્જીયા)


No comments:
Post a Comment