October 2, 2009

ગાંધી આવી મળે….. રમેશ પટેલ ‘આકાશદીપ’

જય શ્રીકૃષ્ણ મિત્રો,


હા આજે છે ૨જી ઓક્ટોમ્બર એટલે આપણા રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી એટલે આપણા બાપુનો જન્મદિન.તેમનો જન્મ ૦૨-૧૦-૧૮૬૯ના ભાદરવા વદ-૧૨ ના રોજ પોરબંદર ખાતે થયો હતો.વળી આજનો દિન રાષ્ટ્રીય અહિંસા દિન તરીકે ઉજવવામાં આવે છે વળી ગત વર્ષે આજના દિનથી જ તમાકુ પ્રતિબંધિત ધારો અમલમાં આવ્યો હતો.પણ કદાચ હજું પણ તેનો એટલો અસરકારક અમલ થઈ શકતો નથી.તેનું મુખ્ય કારણ છે આપણી બેદરકારી જો કોઈ પણ વ્યક્તિને આપણે જાહેરમાં ધુમ્રપાન કરતા રોકીશું તો જ આ બદી નાબૂદ થશે અને જાતે જો એ વ્યસનને છોડવાનો પ્રયત્ન કરશે તો જ આ શક્ય બનશે.


વળી ગઈકાલે સ્વૈચ્છિક રક્તદાન દિવસ હતો તો આશા છે કે આપ સર્વેએ તેમાં ભાગ લીધો હશે અને એક મહામૂલું દાનકર્યું હશે અને જો ના કર્યું હોય તો હવે જરૂર કરશો તેવી વિનંતી.તો ચાલો આજે માણીએ રમેશ પટેલની આ રચના..અને આપનો અમુલ્ય પ્રતિભાવ આપશોને...!!! ગત વર્ષે આજના દિન પર રજુ કરેલ રચના શોધવા છે બાપુ…….રમેશ પટેલઆકાશદીપ અને ત્રીજુ નોરતુંવૈષ્ણવ જન તો તેને રે કહીયે……નરસિંહ મહેતા જરૂરથી માણજો.






વાણીએ અમૃત ઝરે પણ વેરનાં વિષ વેર્યા કરે
વાતો નીતિમત્તાની કરે પણ કપટ દાવ ખેલ્યા કરે
વહાવી ખૂન નિર્દોષોનાં વાતો મુખે અનુકંપાની કરે
હાય્! છું માનવ પણ ના લજવાવું
આ દુનિયામાં કેમ આમ સૌ જીવ્યા કરે?

વેશ સંન્યાસીનો ધરી, મહાભોગમાં મગ્ન થઈ મહાલ્યા કરે
જેહાદની ભાષા ગજવી , કામ જલ્લાદના જગે કરે
દઈ માનવતાની દુહાઈ ,દાનવ કર્મમાં ખૂંપ્યા કરે
હાય! કેમ ના થાવ ક્ષોભિત,
આ દુનિયામાં કેમ આમ સૌ જીવ્યા કરે?

ક્યાં સંતાયા પયગમ્બર ઓલિયા , કેમ ચૂપ છે ધર્માત્મા ?
નથી ધૃણામાં શાણપણ,કેમ આપણે ડહાપણ વીસરી ગયા
હીંસા છે અગન જ્વાળ,ભસ્માસુર શાન્તીની ભસ્મ શોધે ભલા
માનવમાંથી દેવ ના થયા, પણ શાને પશુ બની રહ્યા?

હાથ જોડી પ્રાથું પરમેશ્વર તને, એક ચીનગારી કોઈ ઉરે જલે
અહિંસાના માર્ગે દોરે તેવો, બીજો ગાંધી આવી મળે

No comments: