જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે છે ૨૮મી સપ્ટેમ્બર.આપણી સૂરીલી અને કોકીલ કંઠીલ હ્ર્દય સામ્રાજ્ઞી એવી શ્રી લતા મંગેશકરનો જન્મદીન.વળી આજે છે આસો સુદ દશમ એટલેકે વિજયા દશમીનો તહેવાર પણ વળી ગઈકાલે હતો સપ્ટૅમ્બર મહિનાનો છેલ્લો રવિવાર એટલેકે World Heart Day.તો આજે પણ ઘણો ખાસ દિવસ છે જ.તો આજ માટે કંઈક ખાસ આપના માટૅ.જે ઋતુમંડળના ચિરાગભાઈ પાસેથી મળૅલી તે આપ સમક્ષ દશેરાના પ્રસંગે રજું કરું છું.
રામની વંશાવળી
બ્રહ્મા
|
મરીચી (10 પ્રજાપતી) અને કલા
|
કશ્યપ અને અદીતી, કશ્યપ મનુષ્યજાતીના પીતા
|
વીવસ્વાન (સુર્ય)
|
મનુ (વૈવશ્વત મનુ), ઈક્ષ્વાકુ વંશની શરુઆત
|
ઈક્ષ્વાકુ
|
કુક્ષી
|
વીકુક્ષી
|
બાણ
|
અનારણ્ય
|
પૃથુ
|
ત્રીશંકુ
|
ધુંધુમાર
|
યુવાનશ્વ
|
માંધાતા
|
સુસંધી
|
પ્રસેનજીત + દૈવસંધી
|
ભરત
|
અસીત
|
સગર
|
અસમંજ
|
અંશુમાન
|
દીલીપ
|
ભગીરથ
|
કાકુસ્થ
|
રઘુ (રઘુવંશના સ્થાપક)
|
પ્રવર્ધ
|
શંખણ
|
સુદર્શન
|
અગ્નીવર્ણ
|
શ્રીઘ્રગ
|
મારુ
|
પ્રસુશ્રુક
|
અંબરીષ
|
નહુષ
|
યયાતી
|
નભગ
|
અજ
|
દશરથ
|
રામ + લક્ષ્મણ + ભરત + શત્રુઘ્ન
|
લવ + કુશ
વળી આ સાથે સાથે આજે પ્રસ્તુત છે લેંકેસ્ટર ગુર્જરીના દિલિપભાઈ ગજ્જરની વેધક રચના પણ ખાસ આજના દિવસ માટે.અને ગત વર્ષે રજું કરેલ લતા મંગેશકરના અવાજમાં મુકેલ ગીત પાંદડું લીલું ને રંગ રાતો સુલભગુર્જરીમાં જરૂર માણજો.અને આપનો અમુલ્ય પ્રતિભાવ આપશો...
થયો પ્રકાશનો વિજય દિવાળી યાદ આવી ગઈ,
અસુરોની મને અંતિમ દશાની યાદ આવી ગઈ.
મચ્યા રહે ભોગમાં જુલ્મો કરે જડ થૈને અબળા પર,
હણે મહિષાસુરો મા મર્દિનીની યાદ આવી ગઈ.
ઉપાસક જ્ઞાન ભક્તિ કર્મનો શક્તિ પડી ભારે,
મને સીતા-હરણ લંકા-દહનની યાદ આવી ગઈ.
સૂણી સંજયમુખે ગીતા છતાંયે મોહ ક્યાં છૂટ્યો,
લૂટે ધન અંધ થઈ ધૃતરાષ્ટ્ર, તેની યાદ આવી ગઈ.
ગુલામોને પૂરી વાડે કરી શોષણ નરક સર્જે,
મરાયા ચૌદશે નરકાસુરોની યાદ આવી ગઈ.
કરી જયકાર રાવણ-ગાદીનો સૌને મુબારક દે !
મને અનુયાયીઓની અવદશાની યાદ આવી ગઈ.
કરાવી વ્યક્તિપૂજા ઈશથી મોટા ગણે નિજને,
પરમ પૂ. ઢોંગીઓના અધઃપતનની યાદ આવી ગઈ.
વચન આશ્વાસનો દઈ સંત નેતાઓ કરે શાસન,
મને ગીતામાં આપેલા વચનની યાદ આવી ગઈ.


No comments:
Post a Comment