October 10, 2009

“વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિન.”...મન અને વિશ્વાસ.....ડો.ચંદ્રવદન મિસ્ત્રી

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે તો કેટલું બધું છે.આજે છે ૧૦મી ઓક્ટોમ્બર.વિશ્વ સંસ્કૃત દિન, તથા મારી બે પિતરાઈ બહેનના જન્મદિન અને મારા બે મિત્રોના પણ જન્મદિન.અને એથી વધુ કહુ તો આજે છે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિન. અને આ બધાને સાંકળતી કડીરૂપ એવી અને હવે તો તમે એને સારી રીતે જાણો છો તથા રમેશભાઈ પછી આ બ્લોગ પર સૌથી વધું રચના જેમની રજું થઈ છે અને આ બ્લોગના સંકલનમાં પણ ભાગ આપનાર અને હંમેશા મને સાથ,સહકાર અને માર્ગદર્શન આપનાર એવી મારી સૌથી ખાસ મિત્ર મન નો પણ આજે જન્મદિવસ છે.તો મારા તરફથી તેમને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.


વળી ગઈ કાલે હતો રાષ્ટ્રીય ટપાલ દિન અને આવનાર આ અઠવાડીયું રાષ્ટ્રીય ટપાલ સપ્તાહ તરીકે ઉજવવામાં આવવાનું છે. ટેલિફોનના આગમન બાદ અને આજકાલના ઈન્ટરનેટના યુગમાં કદાચ આ ટપાલ સેવા વિસરાતી જાય છે પણ હવે એ પણ નવા જમાનાને અનુરૂપ બદલાવ લઈ રહી છે.પણ યાદ કરો એ જમાનાને જ્યારે કોઈના પત્રની કેટલી બેચેનીથી રાહ જોવાતી અને પછી મળ્યા બાદ એને વારંવાર વાંચી એ પોતાના આપ્તજનની લાગણીઓને ફરી ફરી અનુભવતાં અને પ્રિયજનો માટે તો એ મોંઘેરી યાદો બનતી અને તેને જીવની જેમ સાચવતાં, આજે માનવ એટલો વ્યસ્ત થઈ ગયો છે કે તેને પોતાનાઓ માટે પણ સમય નથી તો ચાલો આજે કંઈક એવું કરીએ કે એ પળોને ફરી વાગોળી શકીએ. આ દિપાવલી પર આપણા સ્વજનો,પ્રિયજનો કે સગા-સંબંધી, મિત્રોને આપણે ટપાલ લખી એને આપણા શબ્દો દ્વારા આપણી લાગણીઓ પહોંચાડીએ જેમાં આપણો પ્રેમ મહેંકતો હોય.મારા આ પ્રયાસમાં આપ પણ સાથ આપશોને...? આપના પ્રતિભાવની રાહ જોઈશ.


અને આજ મનનો જ્ન્મદિવસ છે ત્યારે આજની ચંદ્રવદન કાકાની આ રચના મારી ખાસ મિત્ર મનને ભેટ સ્વરૂપે અર્પણ કરું છું.આ રચના કાકાએ મારા અને મન માટે રચી હતી અને તેમના બ્લોગ ચંદ્રપુકાર પર રજું કરી હતી અને એક અનન્ય આધ્યાત્મિક ભાવ તરફ પણ લઈ ગયા હતાં.તો તેમનો પણ આભાર માનતા પ્રસ્તુત છે આ રચના... વળી ગત વર્ષે રજું કરેલ મનની રચના વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિન.”…મળ્યાંતા આપણે……“મન જરૂરથી માણજો હોં ને...






છે માનવી લાગણીઓવાળો, મનનો વિશ્વાસ છે આવો !


છે એ તો આત્મબળવાળો, મનનો વિશ્વાસ છે આવો !


છે એ મને સમજનારો, મનનો વિશ્વાસ છે આવો !”



ત્યારે, વિશ્વાસ કહે મનને……..


મારી લાગણીઓમાં હ્રદયઝરણું તું જ છે !


મારા આત્મબળમાં શક્તિનીર તું જ છે !


મારી સમજમાં જ્ઞાનગંગા તું જ છે !


અરે, મન વગર આ વિશ્વાસ છે અધુરો ! અંતે વિશ્વાસ મનને કહે,


વિશ્વાસ, તારા વગર હું પણ છું અધુરી ! અંતે મનનો જવાબ રહે,


નિહાળી મન-વિશ્વાસનું મિલન આવું,


ચંદ્ર કહે, “ખુશીઓમાં હું તો હવે નાચું ! “


;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;


૨૦ જુન, ૨૦૦૯


ડો. ચંદ્રવદન મિસ્ત્રી

No comments: