September 27, 2009

નવમું નોરતું નોરતાંની રાત…..રમેશ પટેલ ‘આકાશદીપ’

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે આસો સુદ નોમ.નવલી નવરાત્રીનું નવમું અને છેલ્લું નોરતું.આપ સૌને હશે કે આ વર્ષે તો મનનો વિશ્વાસ પર કોઈ ગરબા આવ્યા જ નહી હે ને...!!! પણ આપની આ ફરિયાદ દૂર કરવા જ આજે પ્રસ્તુત છે રમેશભાઈ પટેલ આકાશદીપનો આ એક રમઝટ બોલાવે તેવો ગરબો અને સાથે સાથે એક વચન પણ કે આજે રાત્રે પણ એક રાસ રમી શકાય તેવી તેમની જ રચના પણ આવશે.તો માણવાનું ચુકતા નહી. એ હાલો.....,






ઢોલીડાઢોલીડાધબકે માઝમ રાત(૨)
શોભે નવલા નોરતાની રાત(૨)


ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમેઘૂમે ગરબો ગુજરાત
આજ મંગલ છે રાત,જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકેમાઝમ રાત (૨)



એકતાલી,બે તાલી,દેજો રે સાત તાલી(૨)
કે ગરબેઘૂમે આરાસુરી માત(૨)
શોભે નવલા નોરતાની રાત



ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમેઘૂમે ગરબો ગુજરાત
આજ મંગલ છે રાત,જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકેમાઝમ રાત (૨)
એક તાલી, બે તાલી દેજો રે સાત તાલી(૨)
કે ગરબેકે ગરબે ઘૂમે પાવાવાળી માત(૨)
શોભે નવલા નોરતાની રાત



ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમેઘૂમે ગરબો ગુજરાત
આજ મંગલ છે રાત,જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકેમાઝમ રાત (૨)



શ્રધ્ધાના દીવડાનેતાલીઓના તાલ(૨)
ધબકેછે ઢોલને ભક્તિની હેલ
ગાઈએ ગુણલાને…. રમીએ રાસ,રમીએ રાસ
કે ગરબે..કે ગરબે ઘૂમે બહૂચરમાત
કે ગરબે..કે ગરબે ઘૂમે ઉમીયામાત
કે ગરબે ઘૂમે આશાપુરીમાત
ઝમકે ઝાંઝરનો ઝમકાર,

શોભે નવલાં નોરતાની રાત



ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમેઘૂમે ગરબો ગુજરાત
આજ મંગલ છે રાત,જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકેમાઝમ રાત (૨)

No comments: