September 26, 2009

આઠમું નોરતું...માતાજીનો થાળ.....

જય મા ચામુંડા દોસ્તો,


આજે છે આસો સુદ આઠમ.એટલે કે આઠમું નોરતું.આજે તો લગભગ દરેક કુટુંબમાં માતાજીને નિવેદ્ય ધરાવવામાં આવે છે.માતાને શ્રદ્ધાપૂર્વક તેન ત્યક્તેન ભૂન્જિથા પ્રમાણે તેનું જ તેને અર્પણ કરવામાં આવે છે તો આજે અમારા કુળદેવી ચામુંડામાતા ને નિવેદ્યની સાથે બ્લોગ પર પણ એક થાળ રજુ કરુ છું.આપ સર્વેને પણ અમારા તરફથી આમંત્રણ પ્રસાદીનો લાભ લેવા કારણકે આ પ્રસાદી અમારે ઘરથી બહાર નથી જતી તેથી આપે અમારી મહેમાનગતી માણવી જ પડશે.તો આવશો ને...આપશ્રી ની રાહમાં.....





ભાવતાં લ્યોને મૈયા રે ! ભોજન મન ભાવતાં લ્યોને મૈયા.


તળી જલેબી ઘેબર ઘીમાં, કંચન પાત્ર ભર્યા બરફીનાં,


હાંરે ઉપર મેવા રે (૨) તે સર્વે મિસરીના રે. ભોજન...



સુરણ રતાળું તળિયા તેવાં, ભોજન ભાવે બન્યા છે એવાં,


હાંરે મૈયા મન રે (૨) ગમતાં ગણી લેવાં રે. ભોજન...



મધુ-મેવા પકવાન મીઠાઈ, રસોઈ અણસખડીની પાયી,


હાંરે નહી નહાવું રે (૨) પંડે હો મહંમાયી રે. ભોજન...



હીરા મોતી હેમ ઘણેરા, પ્રેમે પહેરી લો પટ ઝીણાં,


હાંરે અમૃત ભરિયાં રે (૨) ભવાની ભજું નેણાં રે. ભોજન...



ગંગાજળ ભરી છે ઝારી, આચમન કીજે મંગલકારી,


હાંરે ઉપર મુખવાસ રે (૨) પાન સોપારી રે. ભોજન...

No comments: