August 30, 2009

રામદેવપીર નવરાત્રિ...રમો રમો રામદેવ.....

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે તો ભાદરવા સુદ દશમ.આજે રામદેવ પીરની નવરાત્રિની પૂર્ણાહુતિ અને આજે છે રામદેવપીરનો મેળો. માફ કરજો કે અભ્યાસમાં અને એનેટોમી ડિપાર્ટમેન્ટમાં એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ભણાવવાના હોવાથી અત્યંત વ્યસ્ત રહેવાથી આજે છેલ્લા દિવસે રામદેવપીરનું એક ભજન રજું કરું છું આશા છે કે આપ સર્વેને તે ગમશે. વળી રમઝાન માસ પણ શર થઈ ગયો છે અને આપણા દુંદાળા દેવ ગણપતિ પણ હવે વિદાય લેવાના છે તો ગણપતિ બાપા મોરિયા...!!! આ ગીતને સાંભળીને શબ્દો લખેલ છે જેથી તેમાં ભૂલ હોય તો આ ગીતને સાંભળી મને જાણ કરવા વિનંતી છે.. ગત વર્ષે રજુ કરેલ રામદેવપીરનો હેલો અને ખમ્મા મારા હિંદવાપીરને પણ ફરી જરૂર માણશો.આપના પ્રતિભાવની અપેક્ષા સહ...








રમો રમો રામદેવ, ખેલો કુંવર,


મારી વટ(?) રાખો વીર હિંદવાજી,


જિયો રામદેવજી,જિયો રામદેવજી.



પ્રગટ્યો રે સુરજ, કરુણા કીધી,


ગાયું ના દુખડા આર્યાજી,


જિયો રામદેવજી,જિયો રામદેવજી.



રમો રમો રામદેવ, ખેલો કુંવર,


મારી વટ(?) રાખો વીર હિંદવાજી,


જિયો રામદેવજી,જિયો રામદેવજી.



હે વાણિયાની બેડલી બૂડવા ને લાગી,


ત્યારે અલખધણીને સંભાર્યાજી(?),


જિયો રામદેવજી,જિયો રામદેવજી.



રમો રમો રામદેવ, ખેલો કુંવર,


મારી વટ(?) રાખો વીર હિંદવાજી,


જિયો રામદેવજી,જિયો રામદેવજી.



હે અગમદેવના વાજા રે વાગ્યા,


ત્યારે સમદરમાંથી ચાલ્યા જી,


જિયો રામદેવજી,જિયો રામદેવજી.



રમો રમો રામદેવ, ખેલો કુંવર,


મારી વટ(?) રાખો વીર હિંદવાજી,


જિયો રામદેવજી,જિયો રામદેવજી.



હે સોનલા ચાકડી ને રૂપલાની પાવડી,


રૂમઝુમ રૂમઝુમ આવ્યા જી,


જિયો રામદેવજી,જિયો રામદેવજી.



રમો રમો રામદેવ, ખેલો કુંવર,


મારી વટ(?) રાખો વીર હિંદવાજી,


જિયો રામદેવજી,જિયો રામદેવજી.

No comments: