જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે તો બે સુખદ પળો છે.એક તો આજે છે પતેતી, પારસી ભાઈ-બહેનોનું આજે નવું વર્ષ.તો સૌ પારસી મિત્રોને નવરોઝ મુબારક.અને પતેતી વિશે વધુ માહિતી વાંચવી હોય તો ગત વર્ષે પતેતીના દિવસે જ રજુ કરેલ પોસ્ટ નવરોઝ મુબારક …ગુણવંતી ગુજરાત ……અરદેશર ફ. ખબરદાર ‘અદલ’
વાંચવાની ચૂકતા નહીં.અને વળી બીજું કે આજે છે વિશ્વ ફોટોગ્રાફી દિવસ.અને સાથે જણાવવાનું કે આજના દિને મને પ્રથમ વાર મૃત શરીરને સાચવાવાની પદ્ધતિ કે જેને એમ્બાલ્મિંગ [Embalming] કહે છે તે કરવા મળી.જેનો આનંદ તો વર્ણવી ન શકાય.કદાચ આપને આ વાત નાની સૂની કે ન ગમતી પણ લાગે પણ કહે છે ને કે પ્રથમ વાર કરેલ કાર્ય હંમેશા યાદગાર હોય છે.અને જો થઈ શકશે તો જે દેહદાતાના શરીર પર આ પ્રક્રિયા કરવામાં આવેલ છે તેની છબી પણ રજું કરીશ.તો ચાલો આજે આ પ્રસંગે માણીએ મુહમ્મ્દઅલી વફાની આ રચનાઆને તેમના બ્લોગ બાગે-વફા પર જઈ તેમની અન્ય રચનાઓ આપ માણી શકો છો.આપના પ્રતિભાવની અપેક્ષા સહ્...
સબંધો કદી સાકી થી તોડશો ના
મળીછે ગુલાબી સુરા ઢોળશો ના
બચેલું પહેરણ થશે ચીંથરાઓ
હવે કંટકોથી સબંધ જોડશો ના
જશે એ જરી વારમાં પીગળી બસ
બરફના હ્રદયપર છબી દોરશો ના
ઉડી એ જવાનુ કબૂતર બનીને
કદી ભેદ પિંજર બધે ખોલશો ના
વફાનો અહીં છે એક ભેદ છાનો
લઈ સોય શંકા તણી ભોંકશો ના
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
આભાર બાગે-વફા


No comments:
Post a Comment