August 15, 2009

સ્વતંત્રતા દિવસ...સ્વતંત્રતા, દે વરદાન એટલું.....ઉમાશંકર જોશી

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ૧૫મી ઓગસ્ટ.સને ૧૯૪૭માં સ્વતંત્ર થયેલા આપણા આ દેશને આઝાદ થયે ૬૨ વર્ષ પૂર્ણ થઈ ગયાઆને ૬૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે દર વર્ષની જેમ આજે પણ શું માત્ર આપણે ધ્વજવંદન કરીને જ કે માત્ર દેશભક્તિના ગીત જ સાંભળીને મનાવશું.કંઈ એવું ન કરીએ કે જેથી દેશદાઝ માત્ર આ દિવસ પૂરતું સિમિત ન રહેતા સમગ્ર વર્ષ દરમિયાન જળવાઈ રહે તેની કાળજી લઈએ.અને ભારતની સ્વતંત્રતાની ચળવળ વખતે કલ્પેલા આપણા આઝાદ દેશની આ ઝાંખી કરાવતી અને સ્વતંત્રતાના મૂલ્યો અને આદર્શો સમજાવવાની સાથે યોગ્ય રાહ ચીંધતી શ્રી ઉમાશંકર જોશીની આ રચના ખરેખર આપ સૌના દિલને પણ સ્પર્શી જશે.તો ચાલો માણીએ આ રચના.અને આપના અમૂલ્ય પ્રતિભાવની રાહ જોઈશ...!!! ગત વર્ષે રજુ કરેલ जन गण मन…. રવિન્દ્રનાથ ટાગોર वन्दे मातरम्….. બંકીમચંદ્ર ચટ્ટોપાધ પણ જરૂરથી માણજો.



સ્વતંત્રતા, દે વરદાન એટલું :

ન હીન સંકલ્પ હજો કદી મન.



હૈયું કદીયે ન હજો હતાશ.

વાણી ન નિષ્કારણ હો કઠોર.

રૂંધાય દૃષ્ટિ નહિ મોહધુમ્મસે.

ને આંખમાંના અમી ના સૂકાય.



ન ભોમકા ગાય વસૂકી શી હો.

સ્ત્રીઓ વટાવે નિજ સ્ત્રીત્વ ના કદી.

બને યુવાનો ન અકાલ વૃદ્ધ.

વિલાય ના શૈશવનાં શુચિ સ્મિતો.



તે પંગતે હો સહુથી ય છેલ્લા.

ને બ્રાહ્મણો- સૌમ્ય વિચારકો તે,

સત્તા તણા રે! ન પુરોહિતો બને.

સ્વતંત્રતા, દે વરદાન આટલું.

No comments: