August 5, 2009

રક્ષાબંધન... હો રક્ષાબંધન... ડો. દિનેશ શાહ

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે તો છે શ્રાવણ સુદ પુનમ એટલે કે રક્ષાબંધન.ભાઈ અને બહેનનાં પવિત્ર પ્રેમાળ સંબંધનું બંધન.પણ માત્ર બહેન જ ભાઈને રાખડી બાંધતી નથી, જેમકે કુન્તિમાતાએ અભિમન્યુને જ્યારે ઈન્દ્રાણીએ દેવરાજ ઈન્દ્રને રાખડી બાંધી હતી.તો આજે ભાભી અને નણંદ પણ એકાબીજાને રાખડી બાંધે છે. વળી આજે બ્રાહ્મણો પોતાની જનોઈ બદલે છે, અને દરિયાઈ ભાંડુઓ આજે નાળિયેરી પૂનમ તરીકે ઉજવે છે.તો સૌ ને શુભ રક્ષાબંધન.તો ચાલો આજે માણિએ આ રક્ષાબંધન પરનું ડો.દિનેશ શાહનું આ ગીત. આ ગીત માટે ટહુકોનો ખુબ ખુબ આભાર.આ ગીતને સુર સાથે માણવા સુલભગુર્જરીની મુલાકાત જરૂરથી લેશો.આપના પ્રતિભાવની આશા સહ...







સ્વર : વિરાજ - બીજલ ઉપાધ્યાય
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય





જીવનની છે સાંકળ લાંબી,
અગણિત એના બંધન;
સાચા ખોટા તકલાદી કે,
મજબૂત એના બંધન?


રક્ષાબંધન.. હો રક્ષાબંધન




માત ઝૂલાવે ઝૂલણે લઇને,
દોરીનું એક બંધન;
ઝગમગતું તો કોઇ ને કેડે,
કંદોરાનું બંધન.


રક્ષાબંધન.. હો રક્ષાબંધન




શહેનાઇના સૂરથી બાંધ્યા,
મીંઢણના પણ બંધન;
નાણાછડીથી બાંધે કોઇ,
યુગયુગના પણ બંધન.


રક્ષાબંધન.. હો રક્ષાબંધન




તરસ્યા ને પાણી પીવડાવે,
ડોલ દોરીનું બંધન;
વ્હાણ ને સંભાળી રાખે,
લંગરનું પણ બંધન.


રક્ષાબંધન.. હો રક્ષાબંધન




હાલમાં બેડી પગમાં જંજીર
જેલ તણુ પણ બંધન;
પિંજરમાં જ પુરાણ પંખી
તો જનમ તણુ એ બંધન.


રક્ષાબંધન.. હો રક્ષાબંધન




બંધન બંધનમાં ફરક છે,
ઉત્તમ કયું એક બંધન
કાચા સુતરથી ગુંથેલુ
અમોલ રક્ષાબંધન


રક્ષાબંધન.. હો રક્ષાબંધન




રાખડી ચમકે કોઇ બેનીની
પ્રેમ તણું એ બંધન
કાયમ ઝળકે ધ્રુવ તારક સમ
અજોડ રક્ષાબંધન


રક્ષાબંધન.. હો રક્ષાબંધન




;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;



ગત વર્ષે રક્ષાબંધન પર રજુ થયેલ ગીત કોણ હલાવે લીંબડી ……. અવિનાશ વ્યાસ પણ જરૂરથી માણજો.


No comments: