રાધેકૃષ્ણ મિત્રો,
કેમ છો મિત્રો અને વડીલો? આજે બહું ખાસ દિન છે આજે છે મનના વિશ્વાસની સુરમય આવૃતિ સુલભગુર્જરીની પ્રથમ વર્ષગાંઠ.આમ તો કોમ્પ્યુટર અમારા ગામમાં ઈન્ટરનેટની સુવિધા સાથે સુલભ નથી જ.પણ આજના ખાસ દિવસ માટે આગોતરા પ્લાન સાથે બહાર જઈને પણ આજના દિવસની પોસ્ટ રજુ કરી વિશને સરપ્રાઈઝ ભેટ સ્વરૂપે મારી આ સ્વરચિત કૃતિ અર્પણ કરું છું, હા તેમાં ઘણી ભૂલો હશે અને છંદોબદ્ધ તો નથી પણ દિલથી શુભેચ્છા સાથે આ રજું કરું છું, અને આગળ પણ સુલભગુર્જરી નવી નવી માહિતી સુર સંગીત સાથે આપણને પુરી પાડતી રહે. આશા છે આપને આ સ્વરચિત કૃતિ ગમશે,અને આપનો અનુભવ સુલભગુર્જરી સાથે કેવો રહ્યો તે પણ જરૂરથી જણાવશો,આપના મંતવ્યની હંમેશા પ્રતિક્ષા રહેશે...
સુલભ તણી મળી ગુર્જરતા,મળ્યો સુલભ માર્ગ અમોને સુલભગુર્જરી તણો,
કરાવ્યો પરિચય કવિ તણી કવિતાઓનો સુલભગુર્જરીએ,
કરી ઉજવણી એ કવિવરના જ્ન્મદિન અને પુણ્યતિથિની સુલભગુર્જરીએ,
કર્યો શુભેચ્છાઓ તણો વરસાદ સરળતાથી સુલભગુર્જરીએ,
કરાવી વીર તણી વીરોની સ્વતંત્રતાની યાદો સુલભ સુલભગુર્જરીએ,
સાથે કર્યા માહિતગાર અને બની વિવિધ આરોગ્યદિનોની માહિતી સુલભ સુલભગુર્જરીએ,
શબ્દને સુર સાથે મઢીને શણગારી ગુર્જર ગીત કર્યા સુલભ સુલભગુર્જરીએ,
આણી જેણે સુલભતા અને બન્યું સુલભ એવી આ સુલભગુર્જરી,
પા પા પગલી કરતા બની એક વર્ષની સુલભગુર્જરી,
આવી સુલભ્ય સુલભગુર્જરીના જન્મદિન પર "મન-વિશ"ની દિલથી શુભેચ્છાઓ સુલભ.


No comments:
Post a Comment