July 20, 2009

ચંદ્ર દિન ...ચાંદામામા.....નટવરભાઈ કુવૈત

જય શ્રીકૃષ્ણ ભૂલકાઓ,


જી હા આજે છે સૌ ભૂલકાના લાડકા ચાંદામામાનો દિવસ.ચંદ્ર દિન એટલે કે મૂન ડે.આજથી ૪ઓ વર્ષ પહેલા ૨૦મી જુલાઈ ૧૯૬૯ના આ ઐતિહાસિક દિવસે નીલ આર્મસ્ટ્રોંગે ચાંદામામા પર પહેલી વાર પગ મુકેલો.અને આજે તો આપણું ભારતનું ચંદ્રયાન પણ તેના મિશને નીકળી ચૂકેલ છે.બની શકે કે નજીકના ભવિષ્યમાં ભૂલકાઓને વેકેશનમાં જેમ મામાને ઘેર જાય છે તેમ આ ચાંદામામાને ઘેર જવા પણ મળૅ.પણ આજે તો ચાંદામામા વાદળામાં છુપાઈને બેઠા છે તો ચાલો એમને આ ગીત દ્વારા બહાર બોલાવીએ...અને આપ પણ ચાંદામામા ને વિશ કરશો ને.વળી આવતીકાલે શ્રી ઉમાશંકર જોશીનો અને ખુબ જ સુંદર ગીતો લોકમુખે રમતા છે એવા અવિનાશ વ્યાસનો પણ જન્મદિન છે પણ આવતીકાલે વ્યસ્ત હોવાથી તેમને આજે જ જન્મદિનની શુભકામનાઓ અગાઉથી આપી દઉં છું...





ચાંદા મામા ચાંદા મામા,
વાદળમાંથી આવો સામા.



અમને પ્રિય કુરતા પાજામા,
તમને તો રૂપેરી જામા.



અમને સહુને મળવા માટે,
નોંધી લો સહુના સરનામા.



દાદાજીની આ ડેલીમાં,
રોજ નિહાળો ખેલ ઉધામા.



ટેવ તમારી અમને આપો,
હરદમ એવા, લો ન વિસામા



જાવાનું તો નામ ન લેશો,
નાખો ચંદા કેરા ધામા.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;


ધબકસામાયિકમાંથી સાભાર.

No comments: