જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે છે ૧૧મી જુલાઈ.એટલે કે વિશ્વ વસ્તી દિન.આજના દિન પર વધું નહી કહું કારણકે આપણે સૌ આ સમસ્યા વિશે જાણીએ છીએ જ અને ગત વર્ષે મેં મારું એક આ સમસ્યા પરનું સપનું કહ્યું હતું તે પણ યાદ હશે જ અને ન હોય તો ફરી મમળાવી લેશો.અને હવે પી.જી. શરૂ થવાથી બહુ જ વ્યસ્ત રહેવાય છે વળી મન પાસે પણ કોમ્પ્યુટર ન હોવાથી તે પણ મળી શકતી નથી.તો તે માટે માફ કરશો અને આપ સર્વે મિત્રો/વડીલોના બ્લોગ પર મુલાકાત લેવાનું ઓછું થાય છે પણ સમય મલ્યે હું મળતો રહીશ જ...આશા છે આપ સર્વે મને સાથ સહકાર આપતા રહેશો.તો ચાલો આજે માણીએ ઉમાશંકર જોશીની આ એક અમર રચના...આપનો પ્રતિભાવ જરૂરથી આપશો.
કીકી કરું બે નભતારલીની
ને મીટમાં માપું દિગંતરાલને,
માયા વીંધીને જળવાદળીની
અખંડ દેખું પળમાં ત્રિકાલને.
સન્ધ્યા-ઉષાની સજી પાંખજોડલી
યાત્રી બનું ઊર્ધ્વમુખી અનંતનો;
સ્વર્ગંગમાં ઝુકવું ચંદ્રહોડલી,
સંગી બનું વા ધૂમકેતુ-પંથનો.
વ્યક્તિત્વમાં બંધન તોડીફોડી,
વિશ્વાન્તરે પ્રાણપરાગ પાથરું;
પાંખો પ્રકાશે તિમિરે ઝબોળી
સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું.
વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની.
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;


No comments:
Post a Comment