June 21, 2009

હિતેશ “ વિશ”નો જન્મદિન... तेरा मुजसे है पेहले का नाता कोई


રાધેકૃષ્ણ મિત્રો,


આજે તો કેટલી બધી ખુશીઓનો દિવસ છે આજે છે ૨૧મી જૂન.એટલે મારા ખાસ મિત્ર વિશ એટલે કે આપના મનનો વિશ્વાસ અને સુલભગુર્જરીના હિતેશનો આજે જન્મદિન છે.વળી ગઈકાલે જ રીસફલિંગમાં વિશને પી.જી.માં બી.જે.મેડિકલ કોલેજના એનેટોમી વિભાગમાં પ્રવેશ મળી ગયો છે અને તે હાજર પણ થઈ ગયો છે અને બસ નવા વર્ષના શરૂઆતે જ એક નવા કાર્યમાં જોડાવા જઈ રહ્યો છે.તો વિશને આજે તેના જન્મદિન પર આ પોસ્ટ ખાસ તેને જ અર્પણ.અને હા વિશને જન્મદિનની અને પ્રવેશ મેળવ્યા બંનેની દિલથી ખુબ ખુબ શુભેચ્છાઓ.આશા છે કે તે હંમેશા ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહે અને હંમેશા કામયાબી તેના કદમ ચૂમે તેવી પ્રભુને અભ્યર્થના.અને હજી તેના માટે આ સરપ્રાઈઝ પુરુ નથી થતું.કારણકે આજે પાછૉ વિશ્વ સંગીત દિન પણ છે.અને આજે આ ગલે લગ જા ફિલ્મનું જે ગીત રજુ કરી રહી છું એ વિશનું ખુબ જ ગમતું ગીત છે અને આ ગીત તેણે રેડિયા પર કે કોઈ પણ પાર્ટી કે ફંકશન હોય તેને આ વગાડાયુ જ છે.અને તેના શબ્દો પણ ખુબ જ અસરદાર છે.અને મને તો હંમેશા કહે છે કે મન તારો અને મારો જરૂર કોઈ પાછલા જન્મનો નાતો હશે કે જેથી આપણી વચ્ચે આટલા સારા અને ગહન સંબંધો છે.તો આજે આ ગીત ખાસ તેના માટે જ વળી સંગીત દિન હોવાથી આ ગીતને સુર સાથે સાંભળી શકાય તે માટે આપ સુલભગુર્જરીની મુલાકાત જરૂરથી લેજો. આપને તે માણવું ગમશે.અને આપ પણ વિશને શુભકામનાઓ આપી મારા સરપ્રાઈઝ ગિફ્ટને સાથ આપશો તેવી આશા... વળી આજે તો વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ પણ છે.આજે સાડા તેર કલાકનો દિવસ અને સાડા દસ કલાકની રાત્રી છે. તો આ લાંબા દિનનો લાભ લઈ ગયા વર્ષે વિશે રજુ કરેલી મારી રચના છે આ ગઝલ….“મન પણ જરૂરથી જોજો...







तेरा मुजसे है पेहले का नाता कोई,


यूं ही नही दिल लुभाता कोई...(२)



जाने तु या जाने ना,


माने तु या माने ना...(२)



देखो अभी खोना नही,


कभी जुदा होना नही,


अब के यूं ही मिले रहेंगे दोनो,


वादा रहा ये ईस शाम का



जाने तु या जाने ना,


माने तु या माने ना...(२)



तेरा मुजसे है पेहले का नाता कोई,


यूं ही नही दिल लुभाता कोई...(२)



अ अ आगे क्या है डेडी ?


मैं तो भूल ही गया...



वादे गये, बाते गई


जागी जागी राते गई,


चाहा जिसे मिला नही,


तो भी हमे गिला नही,


अपना है क्या, जिये मरे चाहे कुछ हो,


तुज़को तो जीना रास आ गया....



जाने तु या जाने ना,


माने तु या माने ना...(२)



तेरा मुजसे है पेहले का नाता कोई,


यूं ही नही दिल लुभाता कोई...(२)

1 comment: