June 21, 2009

પિતા દિન.....પિતૃસર્જન...રમેશ પટેલ 'આકાશદીપ'


રાધેકૃષ્ણ મિત્રો,


આજે તો કેટલી બધી ખુશીઓનો દિવસ છે આજે છે ૨૧મી જૂન અને આજે છે "પિતા દિન".આમ તો કહેવું ઘણું છે પણ કોઈ શબ્દો જ નથી મળતા કે શું કહું? કદાચ ખુશીઓમાં કાંઈ બોલી જ નથી સકતી.તો આજે પિતા દિન પર સર્વે પિતાઓને ખુબ ખુબ શુભકામનાઓ.અને આજે માણીએ આપણા રમેશભાઈ'આકાશદીપ'ની આ રચના કે જેમાં એક પિતામાં રહેલા તેના ગુણો અને તેની ખાસિયતો સાથે જ્યારે પ્રભુએ એક પિતાનું સર્જન કર્યું હશે ત્યારે કેટલી ચીવટથી આ બધું મુક્યું હશે...!!! અને બીજી ખુશીઓનો ભંડોળ આના પછીની તરતની જ પોસ્ટમાં છે.તો પહેલા માણીએ આ રચના...અને ગત વર્ષે પિતા દિન પર રજુ કરેલ રચના પપ્પા ! ક્યારે ઘેર આવો છો ?’…… કિરણ ચૌહાણ પણ જરૂરથી માણજો.અને આપના અમુલ્ય મંતવ્ય જરૂરથી જણાવશો.







પશુ પંખી ને પ્રકૃતિની રચી લીલા
ને ફરી વિધાતાને ચઢીયુ રે હૂર
હવે જગ વ્યવહારે પ્રગટાવું એવા નર
બનાવું પિતા ને અર્પું દશ નૂર

પ્રથમ નજરે સમાણું શ્રીફળ
ને વિધાતાએ માંડ્યા શ્રીગણેશ
રૂક્ષ લાગે ભલે બહારથી
ભીતર તારે રમાડું પ્યારના ભાવેશ



બીજી નજર મંડાણી સાવજે
નર કેસરી થઈ ઘૂમજે વીર
પૌરુષથી ડગ દેજે ધરણીએ
ઝંઝાવાતો નાથજે મર્દાઈથી ધીર



ત્રીજી નજરમાં દીઠો મેઘલો
ગરજતો અષાઢે દેતો રે ડંક
વાત વ્યવહારે તું ગાજ જે
જગ જાણે હાલ્યા રે બંક



ચોથી નજરે સમાણો વડલો
દેતો વિસામો ને શીળી છાંય
કુટુમ્બ કબીલો તારે આશરે
સંતાપો સહી છત્ર ધરજે રે રાય



પાંચમી દૃષ્ટિએ દીઠો પહાડ
ને થયા રાજીનારેડ શ્રીનાથ
દીધા તને ગિરિના ગુણ સઘળા
શિખરથી સાગર તક ગાજે આલાપ



છઠ્ઠી નજરે ઘૂઘવ્યો મહાસાગર
દિલદાર થઈ કરતો રે શોર
ભૂલજે ખારાશ તુંયે સંસારની
દે જે મીઠડા મેઘ અનરાધાર



સાતમે સમર્યા દાદા સૂરજ
પ્રતાપી તપાવતા સકળ બ્રહ્માંડ
દેજો પિતાને એવા રે તેજ
ચંદ્રની શીતળતા પામે સંતાન

હાથ જોડી બોલ્યા નર દેવ
આઠમે દેજો મૂછ મોભાને સાથ



કન્યા વિદાયે છલકે અક્ષ
એવું નવમે દેજો હૈયું વિશાળ



દશમું નૂર પ્રભુ એવું આપજો
'
દીપ' ને દ્વારે વધાવે સંતાન
દોડી ચાંપું ભૂલકાંને છાતીએ
ને રમું થઈ નાનો બાળ

No comments: