June 4, 2009

વિશ્વ પર્યાવરણ દિન...યાદ આવે છે મને....."મન"

રાધા-કૃષ્ણ મિત્રો,


કેમ સૌ આજે ચોંકી ગયા.આજે તો સંબોધનમાં પણ ફેરફાર થઈ ગયો અને પોસ્ટને સંકલિત કરનાર વિશ્વાસની જગ્યાએ આ કોણ આવી ચડ્યું ? હે ને !!! પણ કદાચ તમે મને અને મારી રચનાને જાણો છો ખરું ને મારી રચના આ બ્લોગ મનનો વિશ્વાસ પર હિતેશ 'વિશ્વાસે' પ્રદર્શિત કરી છે, હા હું આપની "મન" વિશ્વાસની ખાસ દોસ્ત.અને તે તો હવે પી.જી.ના અભ્યાસક્રમમાં ખુબ જ વ્યસ્ત રહે છે તેથી કદાચ અહીં બહું મળી નથી શકતો તેથી તેને મને આ બ્લોગ ચાલું રાખવાનું કામ સોંપેલ છે અને હા તે પણ સમય મળ્યે અહીં મળતો રહેશે.અને વળી મારી પાસે કોમ્પ્યુટર કે લેપટોપ નથી છતાં કોશિશ કરીશ કે અહીં વિશ્વાસના કામને આગળ ધપાવી શકું.અને આપ સૌ પણ મને માર્ગદર્શન આપશો જ તેવી આશા.અને આજે તો મારા તરફથી આ પહેલી પોસ્ટ તેના જ કોમ્પ્યુટર પરથી મુકી રહી છું, સાથે એ પણ જણાવી દઉં કે આ પોસ્ટ આમ તો આવતીકાલ માટે જ છે પણ અગાઉથી રજુ કરું છું કાલે છે ૫મી જૂન.વિશ્વ પર્યાવરણ દિન.અને આ દિન પર મારી એક સ્વરચિત કૃતિ રજું કરું છું જેમાં ઉનાળામાં મેં કરેલા પ્રવાસનું વર્ણન સાથે એ પ્રકૃતિના ખોળામાં બેસી જવાનું મન થઈ જાય અને કદાચ આ રચના આપને પણ કંઈક યાદ અપાવી દે, તો તે મને પણ જણાવશો ને આપના બહુમૂલ્ય પ્રતિભાવો દ્વારા..આપ સર્વનો આભાર.આવજો.





વહેલી સવારનું પરોઢીયું જોઈને આજે યાદ આવે છે મને,


આ પરોઢીયામાં વૃક્ષોનાં પાંદડાં જોઈ યાદ આવે છે મને,


વૃક્ષોનાં પાંદડાં પર છવાયેલાં ઝાકળનાં બિંદુઓ જોઈ યાદ આવે છે મને,


ઝાકળનાં બિંદુઓ પર પડેલા આ સૂરજના સોનેરી કિરણો જોઈ યાદ આવે છે મને,


સુરજના સોનેરી કિરણોથી બનેલા નવરંગી આ હિરલા જોઈ યાદ આવે છે મને.



આ ઠંડી પવનમાં લહેરાતા મસ્ત ટહુકાને જોઇ યાદ આવે છે મને,


લહેરોથી આમતેમ થતી વૃક્ષોની ઘટાને જોઈ યાદ આવે છે મને,


આ ઘટા પર બેઠેલી કોયલના મીઠા મધુરા અવાજ સાંભળી યાદ આવે છે મને,


આ ચારેકોરની લીલોતરી અને બાગોમાં ખીલેલા રંગબેરંગી ફુલોને જોઈ યાદ આવે છે મને,


આ ફૂલો પર મંડરાતા,મધુર ગુંજન કરતાં ભમરાને જોઈ યાદ આવે છે મને.



મંદિરમાં વાગતી આ ઝાલરોના અવાજ સાંભળી યાદ આવે છે મને,


ઉનાળે ખીલેલી સંધ્યાની સુંદરતા જોઈ યાદ આવે છે મને,


ઉનાળે બળબળતા તાપને જોઈ યાદ આવે છે મને,


ગામડામાં મળેલી અનેરી મોજનો પ્રવાસ જોઈ યાદ આવે છે મને.

No comments: