જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે છે મે મહિનાનો બીજો રવિવાર.આજના દિનને જનની દિન એટલે કે Mothers Day તરીકે ઉજવવામાં આવે છે.મા વિશે તો જે પણ કહીએ તે ઓછું પડે.અને કહ્યું છે ને કે જનનીની જોડ સખી નહી જડે રે લોલ.જેના ખોળામાં ઊછર્યા હોય તે ખોળાને કેવી રીતે વિસારી શકાય,પણ આજના યુગમાં માનવી જાણે કે એટલો ખોવાઈ ગયો છે કે પોતાની માતાને એટલી વિસરી જાય છે કે એની યાદ પણ આવતી નથી અને જ્યારે યાદ આવે છે ત્યારે બહું મોડું થઈ ગયું હોય છે.તો ચાલો આજે માણીએ કંઈક આવું જ કહેતી ઝવેરચંદ મેઘાણીની આ રચના અને આપનો અમુલ્ય પ્રતિભાવ આપશો ને....
(Picture of Raja ram varma.)
કોઈ દી સાંભરે નૈ,
મા મને કોઈ દી સાંભરે નૈ.
કેવી હશે ને કેવી નૈ,
મા મને કોઈ દી સાંભરે નૈ.
કોક કોક વાર વળી રમ્મત વચ્ચાળે મારા,
કાનમાં ગણગણ થાય.
હુ તુ તુ તુની હડિયાપાટીમાં,
માનો શબ્દ સંભળાય.
મા જાણૅ હિંચકોરતી વઈ ગઈ,
હાલાના સુર થોડા વેરતી ગઈ...કોઈ દી સાંભરે નૈ.
………………………………………..
ઝવેરચંદ મેઘાણી


No comments:
Post a Comment