જય શ્રીકૃષ્ણ મિત્રો,
આપ સર્વે જાણતા જ હશો કે ગુજરાતી શબ્દ સ્પર્ધાની પૂર્વતૈયારી હવે પૂર્ણતાને આરે છે અને ગુજરાતી શબ્દ સ્પર્ધાના અલાયદા બ્લોગનું પણ મુહૂર્ત થઈ ચૂકેલ છે તો આજે સમયની વ્યસ્તતા છતા કાન્તિભાઈ કરશાળાની મદદથી ઋ શબ્દ સંશોધનની શબ્દોનું લિસ્ટ તૈયાર કરેલ છે જે આપ સર્વેના જ્ઞાનમાં પણ વધારો કરશે.અને તેને યથાયોગ્ય શબ્દપ્રયોગ પણ મૂક્યા છે છતા જો કોઈ ક્ષતિ લાગે તો મને જણાવવા વિનંતી...
ક્રમ | શબ્દ | અર્થ | શબ્દપ્રયોગ |
૦૧ | ધન;દોલત; દ્રવ્ય; પૈસો. | નિતિન પાસે પુષ્કળ ઋકથ હોવા છતાં તેનામાં અભિમાનનો છાંટોયે નહોતો. | |
૦૨ | ઋક્સહસ્ત્રમિતેક્ષણ | શિવનાં હજાર માંહેનું એક નામ. | બિલ્વપત્ર અને દૂધના અભિષેકથી ઋકસહસ્ત્રમિતેક્ષણની પૂજા અર્ચના કરવામાં આવે છે. |
૦૩ | ઋક્સામ | ઋગ્વેદ અને સામવેદ. | ઋકસામ એ પ્રાચીન જ્ઞાનવિશેષ અને સંગીતપ્રધાન સાહિત્ય છે. |
૦૪ | ઋક્શૃંગ | વિષ્ણુ. | અમૃતનો કળશ દાનવો પાસેથી પાછો મેળવવા માટે ભગવાન ઋકશૃંગે મોહિની રૂપ ધારણ કરેલું. |
૦૫ | ઋખિ | ઋષિ; મુનિ; તપસ્વી; સાધુ. | ભગવાનને પ્રસન્ન કરવા ઋખિઓ કઠોર તપ કરતાં. |
૦૬ | ઋખ્યમાન | નર્મદા નદી પાસેનો એ નામનો પર્વત. | નર્મદા નદીના કિનારે ઋખ્યમાન એક તપસ્વીની માફક બિરાજેલ છે. |
૦૭ | ઋગ્મિય | વખાણવા જેવું. | કવિ રાજારામ વર્માનાં તૈલી ચિત્રો ઋગ્મિય હોય છે. |
૦૮ | ઋગ્મી | પૂજા કરતું; માન આપતું. | ૧. કેટલાક દંભી લોકો બધાની સમક્ષ પોતે ઋગ્મી હોવાનો ઢોંગ કરે છે. ૨. ઋગ્મી[માન આપતી] વ્યક્તિ દરેકનું મન મોહી લે છે. |
૦૯ | ઋચીષ | નરક, લોઢી. | ૧. દાનપુણ્ય કરનારને મૃત્યુ બાદ સ્વર્ગ અને પાપલીલા આચરનારને ઋચીષ પ્રાપ્ત થાય છે. ૨. રસોડામાં તાવડીનું સ્થાન હવે ઋચીષે લઈ લીધું છે. |
૧૦ | ઋતપેશ | સંપૂર્ણ સ્વરૂપવાળું. | ઋતપેશ ભગવાન વિષ્ણુના દર્શનમાત્રથી સર્વ જીવોનું કલ્યાણ થાય છે. |
૧૧ | ઋતસદન | યજ્ઞ માટે બેસવાનું સ્થાન. | ઋતસદન હંમેશા સ્વચ્છ અને પવિત્ર હોવું જોઈએ. |
૧૨ | ઋતિકર | દુર્ભાગી; કમનસીબ. | જેમના માથા પર માતા-પિતાની છત્રછાયા નથી હોતી તેઓ ઘણા ઋતિકર હોય છે. |
૧૩ | ઋત્વિક | પુરોહિત; આચાર્ય; ઋત્વિજ. | ગર્ગઋષિ યાદવોના ઋત્વિક હતાં. |
૧૪ | ઋતુધામા | ઇંદ્ર. તે સ્વર્ગમાં રહે છે | દાનવોએ ઋતુધામા પર આક્રમણ કરતાં દેવોમાં ખળભળાટ વ્યાપી ગયો. |
૧૫ | ઋતોક્તિ | સત્ય કથન; સાચું કહેવાપણું. | રાજા હરિશ્ચન્દ્રનું નામ આજે પણ તેમની ઋતોક્તિ માટે જાણીતું છે. |
૧૬ | ઋદ્ધિ | પાર્વતી; દુર્ગા. | માતા ઋદ્ધિ ભગવાન શિવ સાથે કૈલાસ પર બિરાજમાન હતા ત્યાં જ શ્રી ગણેશનું આગમન થયું. |
૧૭ | ઋદ્ધિદા | એ નામની એક શક્તિ. | મહાલક્ષ્મીની પૂજાઅર્ચના, આહવાન કરવાથી ઋદ્ધિદા પ્રાપ્ત થાય છે. |
૧૮ | ઋદ્ધિધારી | સંપત્તિવાળું. | સિનેજગતમાં કામ કરનારા દરેક સિને કલાકારો ઋદ્ધિધારી નથી હોતા. |
૧૯ | ઋદ્ધિવૃદ્ધિ | આબાદીમાં વધારો. | ભારતમાં ઉત્તરોત્તર થતી ઋદ્ધિવૃદ્ધિ એ ચિંતાનું કારણ છે. |
૨૦ | ઋણભાર | કરજનો બોજો | ચાલો સંકલ્પ કરીએ કે ત્રેવડ નહી હોય તો વેચાઈ જાઈશું પણ માથે ઋણભાર કદી નહી રાખીએ. |
૨૧ | ઋણમત્કુણ | જામીન; હામી. | ધરપકડથી બચવા આગોતરા ઋણમત્કુણની અરજી કરવામાં આવે છે. |
૨૨ | ઋભ્વ | હિંમતવાન. નિશ્ચયવાળું. | ઋભ્વ વ્યક્તિ કઠીન પરિસ્થિતિમાં પણ વિચલિત થતા નથી. |
૨૩ | ઋવાદ | મરણ; મોત. | ઋવાદ એ જિંદગીનું સનાતન સત્ય છે. |
૨૪ | ઋશય | હિંસા. હિંસા કરવા જેવું | મહાત્મા ગાંધી ઋશયનો હંમેશા વિરોધ કરતા. |
૨૫ | ઋશ્યદ | હરણ પકડવાનો ખાડો; કૂવો. | મૃગને પકડવા પારધી જંગલમાં ઋશ્યદ બનાવી, છૂપાઈને શિકારની રાહ જોવા લાગ્યો. |
૨૬ | ઋષિધર્મ | જૈનધર્મ., વેદ ધર્મ. | ઋષિધર્મ કહે છે, "અહિંસા પરમો ધર્મઃ" |
૨૭ | ઋષિપૂજન | બળેવ | ઋષિપૂજનના દિવસે બ્રાહ્મણો પોતાની જનોઈ બદલે છે. |
૨૮ | ઋષિરાય | શ્રેષ્ઠ ઋષિ; ઋષિઓનો રાજા. | ઋષિરાય વેદવ્યાસે મહાભારત જેવા મહાગ્રંથનું નિર્માણ કરેલું. |
૨૯ | ઋષીક | માંસાહારી. | સિંહ ઋષીક પ્રાણી છે. |
૩૦ | ઋષીકા | દેવી. સ્ત્રીઋષિ. | વેદકાલીન યુગમાં ગાર્ગી,મૈત્રેયી, સુલભા જેવી અનેક ઋષીકાઓ થઈ ગઈ. |
૩૧ | ઋષુ | બળવાન; જોરાવર. | પાંચે પાંડવોમાં ભીમ સૌથી વધું ઋષુ હતા. |
૩૨ | ઋક્ષપતિ | રીંછોનો રાજા; રીંછોનો સરદાર જાંબુવાન. | શ્રીરામની સેનામાં સુગ્રીવ,અંગદ,હનુમાન,ઋક્ષપતિ જેવા મહાન યોદ્ધાઓ હતાં. |
૩૩ | ઋક્ષપુંજ | તારાઓનો સમૂહ. | બ્રહ્માંડમાં આપણાં સૂર્ય કરતાં પણ લાખો ગણા મોટા કદનાં અનેક ઋક્ષપુંજ આવેલા છે. |
૩૪ | ઋક્ષર | પાણીની ધાર. | સતત પડતું ઋક્ષર પથ્થરને પણ કાપી નાખે છે. |
૩૫ | ઋક્ષલા | ઘૂંટી નીચેની નાડી. સાંકળ. | ૧.પગનાં રોગોનાં નિદાનમાં ઋક્ષલાનું પરિક્ષણ મહત્વનો ભાગ ભજવે છે. ૨.ઉન્મત્ત હાથીને મજબૂત ઋક્ષલા વડે બાંધવો પડે છે. |

No comments:
Post a Comment