જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે છે ૧૮મી મે .આજે છે એક ઉંચા ગજાના કવિ શ્રી આદિલ મન્સુરીનો જન્મદિન.વળી ગત વર્ષે જ આપણે તેમને ગુમાવ્યા.તેમના વિશે લખવા બેસીએ તો કેટલું યે લખાઈ જાય પણ હમણાં જ ભારતમાં કેન્દ્ર સરકારની ચૂંટણી થઈ અને તેના પરિણામો પણ આવી ગયા.પણ આખરે હવે શું થશે આ સરકાર પ્રજાનું કેટલું ભલું કરશે તે જોવાનુંશેશે. તો ચાલો આજે કંઈક સ્ફોટક અને વેધક સવાલ પૂછતી આદિલજીની આ રચના માણીએ.આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો...
લોહીની નદીઓ વહે છે રોકો
રોજ નિર્દોષ મરે છે રોકો
આગને કોણ સળગતી રાખે
શહેરનાં શે’ર બળે છે રોકો
ક્યાં સુધી ચાલશે અંધાધૂંધી
પ્રશ્ન હરરોજ ઊઠે છે રોકો
ન્યાય ને રક્ષા કરી જે ન શકે
ભાષણો કેમ કરે છે રોકો
શબની પેટીથી મતોની પેટી
કોઈ સરખાવ્યા કરે છે રોકો
છે ઈમારત પડું પડું ‘આદિલ’
મૂળ આધાર ખસે છે રોકો
………………………………
આભાર લયસ્તરો


No comments:
Post a Comment