જય શ્રીકૃષ્ણ મિત્રો,
ગઈ કાલે હતી ૧૪મી એપ્રિલ ભારતના બંધારણના ઘડવૈયા ભારતરત્ન અને દલિત સમાજના ઉદ્ધારક એવા શ્રી ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૧૮મી જન્મજયંતિ.તેમણે દલિતોના ઉદ્ધાર માટે ઘણું કરેલ.ત્યારે અધ્યારૂનું જગત પરની પ્રવિણભાઈ ગઢવીની રચના યાદ આવી હું ઉપેક્ષિત અને તે મુકવાનું વિચારેલ પણ...
વળી આજે છે ૧૫મી એપ્રિલ અને આજે આ દિન નારી બચત દિન તરીકે ઉજવવામાં આવે છે.અને આમ પણ ઘરનો વહીવટ તો નારીના હાથમાં જ તો હોય છે.આપણે ભલે કદાચ સેલ અને ખરીદીની બાબત આવે અને નારી હોય એટલે ખીસ્સું ખાલી કરી નારીને વગોવતા હોઈએ પણ એ નારી જ તેમ છતા ભાવતોલ કરી કરકસર કરી,બચત કરતી જ હોય છે અને પોતાના પરિવાર માટે મુસ્કેલીના સમયમાં કામ આવે તે રીતે કાર્યરત હોય જ છે.અને તેનું સીધું સાદું સુત્ર છે,
આવક - ખર્ચ + કરકસર = બચત.
પણ કરકસર કરવી કંજુસાઈ નહી.જરૂરિયાતની વસ્તું માટૅ નાણા જરૂર ખર્ચો પણ જેની જરૂર ન હોય અને તેની ખરીદી કરી આવીએ તો તો બજેટ ખોરવાઈ જ જાયને...જેથી જ્યારે પણ ખરીદી કરવા જઈએ ત્યારે જે ખરીદવું હોય તેની યાદી બનાવીને જ જવું જોઈએ જેથી જરૂરિયાત વિનાની વસ્તુ ના લેવાઈ જાય.અને હા આપણા ઘરની નારી સાથે સાથે આપણે પુરૂષોએ પણ આ વિશે તો વિચારવું જ પડે ને.
તો આ બંને દિન ઉપક્રમે આ રચના ગમી.પહેલાના દલિત વર્ગની સમસ્યા કહો કે દરેક વ્યક્તિની માનવજીવનની જરૂરીયાત છે રોટી.અને આ પાપી પેટ માટે તો લોકો કંઈ પણ કરી છૂટે છે.અને આ માટે પોતાની આવકમાંથી બચત કે પછી ગરીબ વર્ગ માટે તો તેની સમગ્ર દિનની કમાણી આ રોટી પાછળ જ ખર્ચાતી હોય છે તો ચાલો આજે માણીએ આ એક વ્યંગકાવ્ય. આ વિશે આપનો મંતવ્ય જણાવશોને...!!!
રોટીની વાત કરતા શરમાય છે.
અભડાય છે.
અર્થશાસ્ત્ર મૂડીની વાત કરે છે,
સમાજશાસ્ત્ર જ્ઞાતિસમૂહની વાત કરે છે,
વૈજ્ઞાનિકો અવકાશમાં સંશોધન કરે છે,
ઈતિહાસ કુરૂક્ષેત્રોનું વર્ણન કરે છે,
પરંતુ
રોટી રમખાણોની નોંધ લેતો નથી
કોઈ રાષ્ટ્રે એના રાષ્ટ્રધ્વજમાં
રોટીનું ચિન્હ રાખ્યું નથી
કોઈ રાષ્ટ્રગીતમાં ‘વંદે રોટી’ ગવાતું નથી.
…………………………………..
આભાર અધ્યારૂનું જગત
વળી ૮મી એપ્રિલના રોજ વિજયભાઈના બ્લોગ ગુજરાતી સાહિત્યસંગમ પર મનનો વિશ્વાસની એક નાનકડી સફરયાત્રા રજુ થયેલ છે તો આપ તેની મુલાકાત પણ જરૂરથી લઈ ત્યાં પણ આપનો પ્રતિભાવ આપશો તેવી આશા.


No comments:
Post a Comment