April 11, 2009

સલામત માતૃત્વ દિન...જનની.....રમેશ પટેલ ‘આકાશદીપ’


જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ૧૧મી એપ્રિલ.આજે છે સલામત માતૃત્વ દિન એટલેકે જનની સુરક્ષા દિન.તો આજે એ સૌ જનનીઓને મારા પ્રણામ, અને ચાલો સંકલ્પ કરીએ કે એક પતિ, પુત્ર કે ભાઈ તરીકે આપણે આપણા ઘરમાં રહેલી માતાની કાળજી લઈશું ન માત્ર આજ પણ જીવનભર તેની સારસંભાળ લેશું અને તેમની મદદ કરીશું.વળી ગત વર્ષે આ દિન પર રજું થયેલ જનની સુરક્ષા દિનમા.. મા પરની રચના અને ગર્ભવતી સ્ત્રીઓની કેવી રિતે કાળજી લઈ શકાય તે મુદ્દાઓ રજું કર્યા હતા તેની મુલાકાત પણ જરૂરથી લેશો.અને આજે માણીએ આપણા રમેશભાઈ પટેલની આ રચના...રચના માણ્યા બાદ આપનો પ્રતિભાવ આપશોને...



janani09



જગની સઘળી શાતાની તું દાતા


જન્મદાતા વિધાતા તું માતા.



પાવન તીર્થો સમાયાં તારા ચરણે


માણે શીશુ સ્વર્ગ તવ શરણે.



ઈશ્વરની પ્રતિકૃતિ છે માની સૂરત


સર્વ સ્નેહથી વડી તારી મૂરત.



સંતાન કાજે ત્રિવિધ તાપે તપતી


સમર્પણ તપસ્યાની તું મંગલ મૂર્તિ.



ઝીલે આશીષ બાળ તારા સુભાગી


લાગે પાય ભાળી તારામાં અવિનાશી


;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;


તથા અગાઉ રજું થયેલ અન્ય કેટલીક માતા પરની નીચેની રચનાઓની પણ જરૂર મુલાકાત લેજો.


H..जीवन है एक बहेती धारा


મમતાના મોલ - રમેશ પટેલઆકાશદીપ


વિશ્વ સ્તનપાન સપ્તાહ” …..


H..ओ ओ ओ मां..तेरे हाथमेरी आवाज़ को मिल गई रोशनी


શ્રેષ્ઠ મિત્ર….ભગવતી શર્મા

No comments: