April 9, 2009

હનુમાન જયંતિ...બોલો રામ રામ રામ.....


જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ચૈત્ર સુદ પુનમ.આજે છે હનુમાન જયંતિ.હમણાં જ રામનવમી ગઈ અને હવે આવ્યો મહાબલી હનુમાનનો જન્મદિવસ.અને હનુમાનજી તો શ્રીરામના અનન્ય ભક્ત હતા અને તેમણે તો છાતી ચીરીને પ્રભુના દર્શન તેમના અંતરમાં કરાવ્યા હતા. અને આ વાતને જો મેડિકલ સાયન્સ પ્રમાણે કહું તો ઓપન હાર્ટ સર્જરી Open Heart surgery ના પ્રણેતા તેઓને કહી શકાય કદાચ તેમના પરથી પ્રેરાઈને જ આવી શસ્ત્રક્રિયા શક્ય બની.તો ચાલો પહેલા તેમની જન્મજયંતિ પર શ્રી હનુમાનજીની પૂજાવિધી પણ જાણી લઈએ.


વ્રતની પૂર્વ રાત્રિએ બ્રહ્મચર્યપાલનપૂર્વક પૃથ્વી પર શયન કરવું. પ્રાતઃ કાળે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને શ્રીરામ તેમજ જાનકીજી તથા હનુમાનજીનું સ્મરણ કરી નિત્યક્રિયામાંથી નિવૃત્ત થઈ સ્નાન કરવું. હનુમાનજીની મૂર્તિ ની પ્રતિષ્ઠા કરી સવિધિ ષોડશોપચાર પૂજન - ૐ હનુમંતે નમઃ મંત્રથી કરવું. આ દિવસે વાલ્મીકિય રામાયણ અથવા તુલસીકૃત શ્રીરામચરિત માનસના સુંદરકાણ્ડનો કે શ્રી હનુમાન ચાલીસાનો અખંડ પાઠ કરવો જોઈએ. હનુમાનજીનાં ગુણગાન, ભજન અને કીર્તન કરવાં જોઈએ. શ્રી હનુમાનજીની મૂર્તિ ને સિન્દૂરથી શૃંગાર કરવો જોઈએ. નૈવેદ્યમાં ગોળ, પલાળેલા ચણા યા શેકેલા ચણા તથા બેસનનો લાડુ મૂકવો જોઈએ.


તો ચાલો આજે માણીએ હનુમાનજીનું આ એક લોકગીત જેમાં તેમની લંકાયાત્રાનું પણ વર્ણન કરેલ છે.અને હા મિત્રો આ ગીતને સુર સાથે જરૂર માણજો.અને આ ગીત સાંભળીને લખેલ છે તો જો તેમાં કોઈ ભૂલ કે ક્ષતિ હોય તો તે પણ જણાવશો.અને આપનો અમુલ્ય પ્રતિભાવ આપશો.



hanuman1


સ્વર - કેતન દેવળીયા




Bolo ram ram ram.m...


ઉડધી ઉલંગે ઉડ્યો,હે હાકલ મારીને હનુમાન,


હે રુદિયામાં તો રામને રાખ્યાં,સમર્યાં સીતા રામ,


બોલો રામ રામ રામ,બોલો રામ રામ રામ....(૨)



અંગદ સુગ્રીવ નલ નીલ ને અગણિત યોદ્ધા નાવ,


હે વાનરસેના એ વસમી વેળાએ કર્યા પ્રભુનાં કામ,


બોલો રામ રામ રામ,બોલો રામ રામ રામ... (૨)




કપૂર તરે તો પીચર(?) લીધો,લખ્યું રામનું નામ,


પથ્થર તર્યાં ને પાંજ બાંધી,કીધા પ્રભુને પ્રણામ,


બોલો રામ રામ રામ,બોલો રામ રામ રામ... (૨)



પવનપુત્ર એ પગલાં પાડ્યાં,હો ગજાવ્યું લંકા ગામ,


દરિયા માથે દોટ દીધી તી,કીધા જ ઈશ્વર કામ,


બોલો રામ રામ રામ,બોલો રામ રામ રામ... (૨)



શ્રી હરિનંદન કામ જ કીધું, નથ આવ્યા નિજ ધામ,


સદા સમીપમ દર્દ પીધાં દશરથનંદન રામ,


બોલો રામ રામ રામ,બોલો રામ રામ રામ... (૨)











;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;



વળી ગઈ હનુમાન જયંતિ પર ભાવાર્થ સાથે મુકેલ શ્રી હનુમાન ચાલીસા….તુલસીદાસ અને સાથે સાથે હમણાં જ રજું થયેલ હનુમાનજીનું હાલરડું…..રમેશ પટેલઆકાશદીપનીપણ જરૂર મુલાકાત લેજો.

No comments: