March 22, 2009

આંતરરાષ્ટ્રીય જળ દિવસ...કચ્છનું પાણી !.....અમૃત ‘ઘાયલ’

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ૨૨મી માર્ચ.આંતરરાષ્ટ્રીય જળ દિવસ,એટલે કે World Water Day.આ દિવસ શુદ્ધ પાણી અને તેના મહત્વને સમજાવવા માટે ઉજવવામાં આવે છે.ઈ.સ.૧૯૯૨માં સંયુક્ત રાષ્ટ્રોની પર્યાવરણ અને વિકાસની સભા United Nations conference on Environment & Development [UNCED]દ્વારા પ્રસ્તાવ રજું કરવામાં આવ્યો અને ૨૨મી માર્ચ ૧૯૯૩માં પ્રથમ આંતરરાષ્ટ્રીય જળ દિવસ ઉજવવામાં આવ્યો.આ દિવસને દર વર્ષે એક થીમ આપવામાં આવે છે અને આ ૨૦૦૯ ના વર્ષની થીમ છે પાણી વહેંચો તક વહેંચો Shared Water - Shared Opportunities" Transboundary water. એટલે કે આંતરરાષ્ટ્રીય સીમા પર પસાર થતી નદીઓના પાણીનો હળીમળીને ઉપયોગ કરો.કારણકે તે પાણી યુદ્ધનું કારણ બને છે અને એકબીજાના વિકાસનો અવરોધ કરે છે.



આ સિવાય અગાઉના વર્ષોના દિવસની થીમ અનુક્રમે આ મુજબ છે.


૨૨મી માર્ચ ૨૦૦૮ - SANITATION


૨૨મી માર્ચ ૨૦૦૭ - COPING WITH WATER SCARCITY


૨૨મી માર્ચ ૨૦૦૬ - WATER & CULTURE


૨૨મી માર્ચ ૨૦૦૫ - WATER FOR LIFE 2005-2015


૨૨મી માર્ચ ૨૦૦૪ - WATER & DISASTER


૨૨મી માર્ચ ૨૦૦૩ - WATER FOR THE FUTURE


૨૨મી માર્ચ ૨૦૦૨ - WATER FOR DEVELOPMENT


૨૨મી માર્ચ ૨૦૦૧ - WATER & HEALTH


૨૨મી માર્ચ ૨૦૦૦ - WATER FOR THE 21st CENTURY


૨૨મી માર્ચ ૧૯૯૯ - EVERYONE LIVES DOWNSTREAM


૨૨મી માર્ચ ૧૯૯૮ - GROUND WATER THE INVISIBLE SOURCE


૨૨મી માર્ચ ૧૯૯૭ - THE WORLDS WATER, IS THERE ENOUGH ?


૨૨મી માર્ચ ૧૯૯૬ - WATER FOR THIRSTY CITIES


૨૨મી માર્ચ ૧૯૯૫ - WOMEN & WATER


૨૨મી માર્ચ ૧૯૯૪ - CARING FOR OUR WATER RESOURCES IS EVERYONE’S BUSINESS.


આર્યોથી શરૂ કરીને આજ સુધી મોટાભાગે જે પણ સંસ્કૃતિ વિકસી છે એ હંમેશા કોઈ નદીકિનારે વિકસી છે.સંસ્કૃતિ વસાવનારાઓએ હંમેશા નદી તટને જ પસંદ કરેલ છે કારણ નદીકાંઠે જીવન શક્ય છે નદીકાંઠે જ પાણી,ઘાસચારો,અને ખેતી-પશુપાલન પણ સારી રીતે કરી શકાય છે.અને મોટી નદીઓ હંમેશા બે દેશોને જોડતી હોય છે તો બે દેશોની સરહદ વચ્ચેથી પસાર થતી નદીના પાણીનો બંને દેશોના લોકો હળીમળીને ઉપયોગ કરે તો બંનેના ઘણા પ્રશ્નો ઉકેલાઈ શકે.જે આ વર્ષના જળ દિનનો હેતુ છે. અને આ દિવસની વધું જાણકારી મેળવવા માટે નીચેની બે સાઈટ પર ક્લીક કરવાથી આપ તેના વિશે સવિસ્તર માહિતગાર થશો.


સંયુક્ત રાષ્ટ્રની પાણી ની જાગૃતતા ની સાઈટ અને


૨૦૦૯ના આંતરરાષ્ટ્રીય જળ દિવસ વિશેના વિવિધ કાર્યક્રમોની માહિતીની સાઈટ. અને


૨૦૦૯ ના વર્ષની થીમ પર તૈયાર કરેલ વિડિયો માણવો હોય તો અહીં ક્લીક કરો.



આપણે કહીએ છીએ કે પૃથ્વીનો સિત્તેર ટકા ભાગ પાણીથી ઢંકાયેલો છે પણ વાસ્તવિકતા એ છે કે આ ૭૦% માંથી માત્ર ૨.૫ % જ ઉપયોગમાં લઈ શકાય તેવું પાણી છે અને તેમાંથી ૦.૦૦૭ ટકા પાણી જ નદી,સરોવર,ઝરણાંઓ દ્વારા આપણને પ્રાપ્ત થઈ શકે તેમ છે અને તેમાં પણ ભારતમાં તો વસ્તીવધારાને કારણે પાણીની ખુબ જ અછત વર્તાઈ રહી છે અને ભારતના કેટલાય રાજ્યોમાં દુકાળની પરિસ્થિતિ સર્જાય છે.જાણો છો દક્ષિણ અમેરિકા અને આફ્રિકાના વિસ્તારોને બાદ કરતાં વિશ્વમાં ભારતમાં સૌથી વધું વરસાદ પડે છે તેમ છતાં આ સ્થિતિ સર્જાઈ રહી છે.કારણ છે વસ્તી વધારો અને સાથે સાથે પાણીનો બગાડ કરવો અને વરસાદી પાણીના સંગ્રહનો અભાવ.ગુજરાતમાં પણ કચ્છ અને એવા કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની અછત પ્રવર્તે છે અરે અમારા માદરે વતન સમીમાં અઠવાડિયે એક વાર માંડ અડધો કલાક પાણી આવે છે અને તે પણ ગામથી ૨-૩ કિમીદુર આવેલ નળમાં જે પણ ૪-૫ ફૂટ ઊંડા ખાડામાંથી.અને કદાચ આપણે સહુએ માનવીની ભવાઈ નામક પુસ્તક વાંચ્યું હશે અથવા તેના પરથી બનેલી ગુજરાતી ફિલ્મ જો માણી હોય તો આપ સર્વેને ખ્યાલ હશે કે પાણીની અછત કેવી સ્થિતિનું નિર્માણ કરે છે. કોઇકે તો એવી પણ આગાહી કરી છે કે કદાચ ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો પાણીના લીધે થશે.


કેટલાક વર્ષો પહેલા કોઈએ ભવિષ્યવાણી કરેલી કે પાણી પણ પૈસે વેચાશે અને આજના આ યુગમાં આ વાત સાવ સાચી પુરવાર થઈ છે તો ૨૦૭૦ ના દાયકા માટે ભાખેલ આ ભવિષ્યવાણી જો કદાચ સાચી પડશે તો ??? શ્વાસ લેવાની હવા માટે પણ કર ચુકવવો પડશે.અને બીજી પણ કેટલી બધિ સમસ્યા જાણવી હોય તો આ ફાઈલ જરુરથી વાંચજો.


પાણીની અછત વર્ષ ૨૦૭૦.


તો મિત્રો આજથી વધું એક પ્રતિજ્ઞા લઈએ કે આપણે પાણીનો ખોટૉ બગાડ નહી કરીએ અને વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા કરીશું અને જાતની સાથે બીજાને પણ પાણીનો વ્યય કરતા અટકાવશું.આશા છે આપ સર્વે સહકાર આપશો.અને આપ પાસે કોઈ માહિતી હોય તો અમને પણ જણાવશો. અને ગુજરાતમાં જોઈએ તો કચ્છના પ્રદેશમાં પાણીની અછત ભારે પ્રવર્તે છે પણ તેમ છતાં તેના પાણીનો પણ અલગ જોમ અને જુસ્સો છે જે શ્રી અમૃત ઘાયલની આ રચના પરથી તેની ખુમારીનો ખ્યાલ આવે છે તો આજે માણીએ આ રચના.આપના અમુલ્ય પ્રતિભાવની પ્રતિક્ષા રહેશે આપશો ને...



world-water-day-09




ભાંભરું તોયે ભીંજવે ભાવે,
વણબોલાવ્યું દોડતું આવે
હોય ભલે ના આંખની ઓળખ,
તાણ કરીને જાય તાણી,
વાહ રે ઘાયલકચ્છનું પાણી !



જાય હિલોળા હરખે લેતું,
હેતની તાળી હેતથી દેતું.
હેત હરખની અસલી વાતું,
અસલી વાતું જાય નાણી,
વાહ રે ઘાયલકચ્છનું પાણી !



આગવી બોલી બોલતું જાયે,
પંખી જેમ કલ્લોલતું જાયે,
ગુંજતું જાયે ફૂલનું ગાણું,
વેરતું જાયે રંગની વાણી,
વાહ રે ઘાયલકચ્છનું પાણી !



સ્નેહનું પાણી શૂરનું પાણી,
પોતાના પ્રચંડ પૂરનું પાણી,
હસતું રમતું રણમાં દીઠું,
સત અને સિન્દૂરનું પાણી,
વાહ રે ઘાયલકચ્છનું પાણી !

………………………………….


કાવ્ય બદલ ટહુકોનો આભાર

No comments: