March 21, 2009

વિશ્વ વન દિવસ...ઝાડ એના પાંદડાંને પૂછે છે.....રમેશ પારેખ

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ૨૧મી માર્ચ.એટલે કે વિશ્વ વન દિવસ.ઈ.સ.૧૯૭૨થી ૨૧મી માર્ચના દિવસ સમગ્ર વિશ્વમાં "વિશ્વ વન દિવસ" તરીકે ઉજવાય છે.વૃક્ષો આપણાં સારાં અને સાચાં મિત્રો છે.તે આપણને કેટલું બધું આપે છે.આપણો ખોરાક તેમાંથી મળે છે,તો વરસાદ લાવવામાં પણ તેઓ મદદરૂપ થાય છે,તો આપણો પ્રાણવાયું ઓક્સીજન પણ પુરો પાડે છે,અને વિવિધ ઉદ્યોગોમાં પણ તે વપરાય છે,અને આખા જીવન દરમિયાન સાથ આપતાં જીવન બાદ પણ લાકડું આપે છે જે બળતણની સાથે અંત્યેષ્ટિ માટે પણ વપરાય છે.આપણા જીવનની શરૂઆતથી અંત સુધી સાથ આપતા આટલા સારાં મિત્રોને જ આજે આપણે વિસારે પાડી દીધા છે.આપણા સુખની લાહ્યમાં વનોનો વિનાશ સર્જી રહ્યાં છીએ.કહે છે તંદુરસ્ત પર્યાવરણ માટે ૩૩ ટકા ધરતી પર જંગલો હોવા જોઈએ તેની જગ્યાએ ભારતમાં માત્ર ૧૩ટકા ધરતી પર જ તેમનું અસ્તિત્વ બચ્યું છે.જો આજે નહી જાગીએ તો કદાચ આવતીકાલનું બાળક તેને માત્ર ચિત્રોમાં જ જોઈ શકશે.તો આજના દિવસે આપણે સૌ એક પ્રણ લઈએ કે વધારે નહી તો કમ સે કમ એક વૃક્ષ તો વાવીશું અને જો કોઈને વૃક્ષો કાપતાં કે નુકસાન કરતાં જોઈએ તો તેમને અટકાવી તેમને પણ વૃક્ષોનું મહત્વ સમજાવીશું. અને હાં આ અગાઉ રજું કરેલ એક નવો દીકરો પરનો વિચાર મર્યાદા…..“મન વાળી રચનાની ઉપરની નોંધ પણ વાંચી આપનો અમુલ્ય પ્રતિભાવ આપશો તેવી આશા.


અને હા મિત્રો તેમનામાં પણ સંવેદના હોય છે અને આ જુઓ અહીં તો પાંદડા અને ઝાડનો આ સંવાદ પ્રેમની કેવી અનોખી અનુભૂતિ કરાવી જાય છે.તો માણો રમેશ પારેખની આ રચના...



zad-pan-samvad


ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?



પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે
તો શા માટે તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે?


ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ!




પાંદડું કહે કે, મારે અડવું આકાશને
ને તું મને શા માટે બાંધતું ?
ઝાડવું કહે કે, તો ધરતીનું વ્હાલ છે
જે સૌ સાથે આપણને સાંધતું


તૂટવાનો અર્થ તને અડકે નહીં , તોડે નહીં, એને હું કહું મારો પ્રેમ !

No comments: