March 17, 2009

હેપ્પી બર્થ ડે ડો.વિવેકભાઈ…શબ્દો છે મારાં શ્વાસ - વિવેક મનહર ટેલર



જય શ્રીકૃષ્ણ મિત્રો,


ગઈકાલે ૧૬મી માર્ચે વિવેકભાઈનો જન્મદિન હતો જેની જાણ મોડી થઈ પણ આખરે આપણે પણ તેમની એક રચના રજું કરી તેમને વિશ કરવું પડે ને. તો હેપ્પી બર્થ ડે ડો.વિવેકભાઈ, આપની આ રચના ખાસ આપને અર્પણ.



rakt-ni-kalam


(લોહીનું શબ્દે-શબ્દે કલમમાં પ્રયાણ છે.)




શબ્દો છે મારા શ્વાસ અને કાવ્ય પ્રાણ છે,
ચારેતરફ લોહીમાં અક્ષરની આણ છે.



સિદ્ધાર્થમાંથી હર ક્ષણે ગૌતમ બનું છું હું,
લોહીનું શબ્દે-શબ્દે કલમમાં પ્રયાણ છે.



ઇંદ્રિયના ઢોરને કાબૂમાં કરશો કેમ?
દરવાજા છોને બંધ હો, ખુલ્લી ગમાણ છે.



અણઆવડતનું બહાનું હવે કેમ કાઢશો?
ઊભા છો જ્યાં પાણી તો ઢીંચણસમાણ છે.



બોલે જો હોઠ જૂઠું, સીધું આંખમાં જુઓ,
વર્ષો જૂનો ઇલાજ છે પણ રામબાણ છે.



બે-ચાર શ્વાસ સુધીની તકલીફ છે બધી,
આગળ પછી રસ્તામાં સીધું ચઢાણ છે.

No comments: