March 17, 2009

સાત સમંદર તરવા ચાલી….. શૂન્ય પાલનપુરી

જય શ્રીકૃષ્ણ મિત્રો,



આજે છે શ્રી શૂન્ય પાલનપુરીની પુણ્યતિથિ. તો તેમને ભાવભીની શ્રદ્ધાંજલી.વળી આજથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે તો દરેક મિત્રોને ઓલ ધ બેસ્ટ FRIENDS અને સારા પેપર જાય એવી શુભકામનાઓ. વળી ગઈકાલે શબ્દો છે શ્વાસ મારા ના અને આપણા લોકપ્રિય શ્રી ડો.વિવેકભાઈ ટેલરનો જન્મદિવસ હતો અને તેમના જન્મદિને ઉર્મિબેન અને જયશ્રીબેને તેમની જ રચના ને સુર સાથે મઢીને તેમના બ્લોગ પર મુકી સરપ્રાઈઝ આપી.તો આ રચના તેમના બ્લોગ પર માણવા માટે અહીં ક્લીક કરો.અને આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની એક હિમ્મત આપતી અને વિદ્યાર્થીઓને પણ જોમ અપાવે તેવી આ રચના. તો માણૉ આ રચના ને.અને આપનો અભિપ્રાય આપશો ને.




ekli-nav






સાત સમંદર તરવા ચાલી, જ્યારે કોઇ નાવ અકેલી,
ઝંઝા બોલીખમ્મા ખમ્મા’! હિંમત બોલી અલ્લા બેલી’!



નાવ ઊતારુ હો કે માલમ, સૌને માથે ભમતું જોખમ,
કાંઠા પણ દ્રોહી થઇ બેઠા, મઝધારે પણ માઝા મેલી.



એવાં છે પણ પ્રેમી અધુરા, વાતોમાં જે સુરાપુરા,
શિર દેવામાં આનાકાની, દિલ દેવાની તાલાવેલી.



કોનો સાથ જીવનમાં સારો શૂન્યતમે પોતે વિચારો,
મહેનત પાછળ બે બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી!



આપખુદીનું શાસન ડોલ્યું, પાખંડીનું આસન ડોલ્યું,
હાશકહી ઈશ્વર હરખાયો, ‘શૂન્યેજ્યાં લીલા સંકેલી.

No comments: