February 3, 2009

માડી ધુપના ધુમાડે વહેલા આવજો …..અશ્વિન ગોહિલ

જય ખોડિયાર મિત્રો,


આજે છે મહા સુદ આઠમ.આજે આઈ શ્રી ખોડિયાર માતાની જન્મજયંતિ છે.તો આજે ખોડિયારમાના એક સ્થાનક વરાણા જે અમારા માદરે વતન સમીની પાસે જ ૫ થી ૬ કિમી દૂર આવેલ છે તેની વાત કરવી છે.અહીં પણ મહા સુદ આઠમનો મોટો મેળો ભરાય છે.અને આસપાસના ગામોમાંથી લોકો ચાલતા પણ માતાના દર્શનાર્થે આવે છે.હું પોતે પણ કેટલીયે વાર ચાલતા ગયેલ છું.અહીં માતાજીના મંદિરમાં જે ઘરમાં છોકરો આવે તે પ્રથમ બાળકની એક વિશિષ્ટ પ્રસાદી સ્હાની ( અસલમાં તો જો કે તેનું નામ બોલતા ફાવે પણ લખવું કેવી રીતે તે તો મને નથી આવડતું ) જે તલ અને ગોળ અથવા ખાંડ બંનેમાંથી બને છે.જેનો સ્વાદ ખરેખર અનેરો હોય છે અને એમાં પણ પ્રસાદ હોવાથી વધુ મીઠાશ ઉમેરાઈ જાય છે.લ્યો આ પોસ્ટ લખીને મૂકવાની તૈયારી કરતો જ હતો ત્યાં જ તેમની આ પ્રસાદી પણ આવી ગઈ ખરેખર માતાની કૃપા અનેરી છે અને કલ્પનાઓની દુનિયામાં હું ત્યાં જ પહોંચી ગયો માતાના ધામમાં.તો ચાલો એ બહાને આજે મા ખોડલનું આ એક ભજન પણ સંભળાવી દઉં.આપનો અભિપ્રાય કે અનુભવમાં અમને પણ સહભાગી કરશો તેવી આશા.


અહીં આ ફોટૉ વરાણાના મંદિરનો છે તથા બીજો ખોડિયાર માતાનો ફોટો ચોટિલા પાસે આવેલા માટેલ ગામનો છે.જેમાં એક માન્યતા પ્રમાણે ત્યાં નીચે પડેલા જારના પાનથી ગમે તેવા દર્દ દૂર થાય છે પણ તે ઝાડ પરથી પાન તોડવાની મનાઈ છેમાત્ર નીચે પડેલ પાનનો જ ઔષધ તરીકે ઉપયોગ થઈ શકે.


varana-mandir khodiyarma-matel



સ્વર :- ચંદ્રિકા ગોહિલ


સંગીત :- મનોજ વિમલ






ખોડલ ખબરૂ લેજો,અરધી ઉરમાં ધરજો,માવલડી,


હે માવલડી,તમે ધુપના ધુમાડે વહેલા આવજો,


હે માડી ધુપના ધુમાડે વહેલા આવજો. ......(૨)



હે સોમલદેને માડી તમે બાળ એવો દીધો,


રા નવઘડ દીધો,કુળદીપક દીધો,માવલડી,


હે માવલડી,તમે ધુપના ધુમાડે વહેલા આવજો,


હે માડી ધુપના ધુમાડે વહેલા આવજો.



ખોડલ ખબરૂ લેજો,અરધી ઉરમાં ધરજો,માવલડી,


હે માવલડી,તમે ધુપના ધુમાડે વહેલા આવજો,


હે માડી ધુપના ધુમાડે વહેલા આવજો.



હે નવઘડના ભાલે માડી ચકલીરૂપે બેઠા,


ચકલીરૂપ લઈને,વરુડી થઈને,માવલડી,


હે માવલડી,તમે ધુપના ધુમાડે વહેલા આવજો,


હે માડી ધુપના ધુમાડે વહેલા આવજો.



ખોડલ ખબરૂ લેજો,અરધી ઉરમાં ધરજો,માવલડી,


હે માવલડી,તમે ધુપના ધુમાડે વહેલા આવજો,


હે માડી ધુપના ધુમાડે વહેલા આવજો.



જાહલની મા તમે લજીયા રે રાખી,


સિંદમાં સુમરો રોળ્યો,તમે પલમાં માર્યો,માવલડી,


હે માવલડી,તમે ધુપના ધુમાડે વહેલા આવજો,


હે માડી ધુપના ધુમાડે વહેલા આવજો.



ખોડલ ખબરૂ લેજો,અરધી ઉરમાં ધરજો,માવલડી,


હે માવલડી,તમે ધુપના ધુમાડે વહેલા આવજો,


હે માડી ધુપના ધુમાડે વહેલા આવજો.



હે દલ ને દરિયામાં માડી છે રે અંધારું,


રુદિયે નામ તારું,'અશ્વિન'ને પ્યારું,માવલડી,


હે માવલડી,તમે ધુપના ધુમાડે વહેલા આવજો,


હે માડી ધુપના ધુમાડે વહેલા આવજો.



ખોડલ ખબરૂ લેજો,અરધી ઉરમાં ધરજો,માવલડી,


હે માવલડી,તમે ધુપના ધુમાડે વહેલા આવજો,


હે માડી ધુપના ધુમાડે વહેલા આવજો...


..................................................................................................




અને હા મિત્રો આ સાથે અહિં એક વિડીયોમાં પણ ખોડિયારમાનું ભજન છે.જે પણ આપ માણી શકશો.અને આપનો અભિપ્રાય જરૂરથી જણાવજો.



No comments: